: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
ધર્માત્માની નિર્મળપર્યાયોમાં બિરાજમાન આત્મા
તેનું અદ્ભુત–આનંદકારી વર્ણન
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન–ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર–યોગમાં પણ આત્મા. ૧૦૦.
નિયમસારની આ ૧૦૦ મી ગાથા ઉપર પ્રવચન
કરતાં ગુરુદેવ શાંતરસઝરતા ભાવે, પ્રમોદપૂર્વક કહે છે કે હે
જીવ! આવા આત્માની વાત સાંભળીને તું પ્રસન્ન થા, ખુશી
થા, સ્વભાવનો હરખ લાવીને તારી પર્યાયને આત્માની
સન્મુખ કર! તને મહાન અતીન્દ્રિય આનંદ થશે તારી બધી
પર્યાયોમાં તને તારો પરમાત્મા દેખાશે. તે પરમાત્માના
આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–સુખ વગેરે બધી પર્યાયો
ખીલી જશે.
અનાદિના ભૂખ્યા જીવને અતીન્દ્રિયઆનંદના
મીઠારસનું પારણું કરાવવાની આ વાત છે...તું આનંદિત
થઈને ચૈતન્યના આશ્રયે આનંદરસનું પાન કર!
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન–ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર–યોગમાં પણ આત્મા. (૧૦૦)
ધર્મી જાણે છે કે મારી સર્વ પર્યાયોમાં મારો આત્મા જ ઉપાદેય છે.
તે આત્મા કેવો છે? અનાદિઅનંત છે, અમૂર્ત છે, અતીન્દ્રિયસ્વભાવવાળો છે,
શુદ્ધ છે અને સહજ સુખસ્વરૂપ છે.–આવો મારો આત્મા મારા સમ્યગ્જ્ઞાનમાં
બિરાજે છે. આવા આત્મસ્વભાવનો આશ્રય કરીને હું સહજ શુદ્ધ જ્ઞાનચેતના–
રૂપે પરિણમ્યો છું.
સહજ શુદ્ધજ્ઞાનચેતનારૂપ પરિણમન થયું તેમાં ઉત્પાદ–વ્યય આવ્યા, ને તે શુદ્ધ
જ્ઞાનપર્યાયમાં આવા (પાંચ વિશેષણથી કહ્યો તેવા) શુદ્ધ આત્માનું ગ્રહણ છે એટલે