Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 106

background image
: ૨૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
તેમાં ધુ્રવ પણ આવી ગયું; આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે આત્મામાં આવી ગયા.
સર્વજ્ઞદેવે જેવો કહ્યો તેવા આત્માને ધર્મી જીવે પોતાની
સમ્યગ્જ્ઞાનપર્યાયમાં ગ્રહણ કર્યો છે. તેના આશ્રયે તેને સહજ શુદ્ધજ્ઞાનચેતનારૂપ
પરિણમન વર્તે છે.–તે જ નિશ્ચયથી પરભાવોનું પ્રત્યાખ્યાન છે.
અહીં આત્માના પાંચ વિશેષણ કહ્યાં– ૧–અનાદિઅનંત, ૨–અમૂર્ત, ૩–
અતીન્દ્રિય સ્વભાવવાળો, ૪–શુદ્ધ અને ૫–સહજ સૌખ્યાત્મક; તેમાંથી પ્રથમના ચાર
વિશેષણ તો આકાશને પણ લાગુ પડે છે, તથા અનાદિઅનંતપણું અતીન્દ્રિયપણું
અને શુદ્ધપણું તો પરમાણુમાં પણ છે, પણ સહજસુખપણું તો આત્મામાં જ છે.
આત્માનો આશ્રય કરવાથી જ સુખની અનુભૂતિ થાય છે.
* જ્ઞાનપર્યાયમાં આત્મા જ છે *
આ રીતે આત્માનો આશ્રય કરીને સુખની અતીન્દ્રિય અનુભૂતિરૂપે
પરિણમેલા ધર્માત્મા, સહજ જ્ઞાનચેતનારૂપ થઈને એમ જાણે છે કે મારી આ
જ્ઞાનપર્યાયમાં કોઈ પરદ્રવ્ય નથી, મારી જ્ઞાનપર્યાયમાં રાગાદિ પરભાવો નથી,
મારી જ્ઞાનપર્યાયમાં મારો આત્મા જ છે. બીજા બધા મારી જ્ઞાનપર્યાયથી બહાર
છે. અનુભૂતિમાં આવા આત્માનું ગ્રહણ થતાં અન્ય સમસ્ત પરભાવોનું
પ્રત્યાખ્યાન થઈ ગયું.
ધર્મીના જ્ઞાનમાં આત્માનું જ અવલંબન છે. તેના અવલંબને થયેલી
જ્ઞાનચેતના સહજ શુદ્ધ છે. સમ્યગ્જ્ઞાનની નજર પોતાના શુદ્ધ સુખસ્વરૂપ આત્મા
ઉપર પડી છે, એટલે શુભોપયોગથી પણ તે ઉદાસીન છે. આવા આત્માને
પોતાની સમસ્ત પર્યાયમાં સ્થાપવો એટલે કે તેનો આશ્રય કરવો તે
જિનસિદ્ધાંતનો સાર છે. ભાઈ! તારી પર્યાયને આત્માની સન્મુખ કર...તને
સમ્યગ્જ્ઞાન થશે, અતીન્દ્રિય સુખ થશે.
* સમ્યગ્દર્શન–વિષયે આત્મા જ છે *
વળી તે ધર્મી જાણે છે કે–ખરેખર મારા સહજ સમ્યગ્દર્શનના વિષયમાં
પણ મારો શુદ્ધ આત્મા જ છે. પૂજિત પરમ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત
પંચમભાવની ભાવનારૂપે હું પરિણમ્યો છું, તે પંચમભાવના આશ્રયે
સમ્યગ્દર્શનનો ઉત્પાદ થયો છે; મારી તે સમ્યગ્દર્શન–પર્યાયમાં મને મારા
આત્માનું જ અવલંબન છે, બીજા કોઈનું અવલંબન નથી, માટે મારી
સમ્યગ્દર્શનપર્યાયમાં મારો આત્મા જ છે. અનાદિ અનંત–અમૂર્ત–અતીન્દ્રિય–
શુદ્ધ–સુખસ્વરૂપી એવો હું છું–તેની પ્રતીતવડે હું સહજ સમ્યગ્દર્શનરૂપે પરિણમ્યો
છું. આવી શુદ્ધપર્યાયરૂપે પરિણમેલો આત્મા જ જાણે છે કે