Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
મારી પર્યાયમાં મારો આત્મા જ છે, તે જ મારા સમ્યગ્દર્શનનો વિષય છે. મારી
સમ્યગ્દર્શનપર્યાય કોઈ નિમિત્તના, રાગના કે પર્યાયના આશ્રયે પરિણમી નથી;
તેથી મારી તે પર્યાયમાં રાગ કે નિમિત્ત નથી. જેના આશ્રયે તે પર્યાય પ્રગટી છે
તે આત્મા જ તે પર્યાયમાં છે. આમ જ્ઞાન–દર્શન આદિ સમસ્ત પર્યાયમાં મારો
શુદ્ધઆત્મા જ છે.–આવો નિર્ણય કરનારને આત્માના આશ્રયે સમ્યગ્દર્શન–
જ્ઞાનાદિ નિર્મળ પર્યાયનો ઉત્પાદ થયો છે, અશુદ્ધતાનો વ્યય થયો છે; આ રીતે
આત્મામાં એકસાથે ઉત્પાદ–વ્યય–ધ્રુવ વર્તે છે.
પંચમભાવની ભાવના તે પંચમગતિનો હેતું છે. –અહા, જેમાં
અનંતકાળના દુઃખનો સર્વથા અંત, અને અનંતકાળના અપૂર્વ આનંદમય સુખની
પ્રાપ્તિ છે–એવી પંચમગતિ એટલે કે મોક્ષગતિ–સિદ્ધગતિ તે પણ મહિમાવંત
હોવાથી પૂજ્ય છે. એવી પૂજ્ય મોક્ષગતિ કેમ પમાય? –કે પંચમભાવરૂપ જે
આત્મસ્વભાવ (પાંચ વિશેષણથી ઉપર કહ્યો) તેની ભાવનાથી મોક્ષપદ પમાય
છે. સમ્યગ્દર્શન પણ તેની જ ભાવનાથી–તેની જ સન્મુખતાથી પમાય છે. એવા
આત્માની સન્મુખ થયેલા ધર્માત્મા જાણે છે કે મારી સમ્યગ્દર્શન પર્યાયમાં મારો
આત્મા જ છે, આવો આત્મા તે જ ભૂતાર્થ છે....તે ભૂતાર્થના આશ્રયે જ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે બધી નિર્મળપર્યાયો થાય છે. ભૂતાર્થસ્વભાવના
આશ્રયે સમ્યગ્દર્શન છે–એ કુંદકુંદસ્વામીના મહાન સૂત્રમાં (સ. ગા. ૧૧માં)
જૈનસિદ્ધાંતનો સાર ભર્યો છે.
ભૂતાર્થસ્વભાવરૂપ જ્ઞાયકસ્વભાવના આશ્રયે થયેલું સમ્યગ્દર્શન તે
વીતરાગી છે, તેના આશ્રયે થયેલું સમ્યગ્જ્ઞાન પણ વીતરાગ–જ્ઞાન છે. અહો,
કુંદકુંદસ્વામીનું હૃદય ઘણું ગંભીર છે! સમયસારમાં એમનું હૃદય ભર્યું છે. એક
સમયસારના ગંભીર ભાવોને બરાબર સમજે તો બધા ખુલાસા થઈ જાય, ને
બીજા શાસ્ત્રમાં શોધવા જવું પડે નહિ.
* સહજ ચારિત્રપર્યાયમાં આત્મા જ સન્નિહિત છે *
શુદ્ધ જ્ઞાનચેતના–સમ્યગ્દર્શનાદિરૂપે પરિણમેલા ધર્માત્મા જાણે છે કે મારી
આ નિર્મળપર્યાયો જે ત્રિકાળી આત્માના આશ્રયે પ્રગટી છે, તે બધી પર્યાયોમાં
મારો આત્મા જ રહેલો છે, તે પર્યાયોમાં રાગ કે નિમિત્તો રહેલાં નથી; રાગ કે
નિમિત્તોના આશ્રયે તે પર્યાય થયેલી નથી. જે સહજ અનાદિઅનંત તત્ત્વના
આશ્રયે તે નિર્મળપર્યાયો થઈ છે તે પરમતત્ત્વ જ મારી પર્યાયોમાં સમીપ–નીકટ
વર્તે છે; તે દૂર નથી