Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 106

background image
: ૨૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
નિમિત્ત અને રાગાદિ તો દૂર છે, તેની નીકટતાથી–તેના આશ્રયથી કાંઈ
સમ્યગ્દર્શનાદિ થતાં નથી.
જુઓ, આ નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રપર્યાય આત્માના જ આશ્રયે
પ્રગટી છે, ને તે પર્યાયોમાં જ ખરેખર તે આત્મા છે. આમ જાણનાર ધર્મીને
સર્વત્ર, બધી પર્યાયોમાં તે આત્મા જ ઉપાદેય છે. જ્ઞાન અને દર્શનપર્યાયમાં આત્મા
જ ઉપાદેય બતાવ્યો; તેમ હવે ચારિત્રપર્યાયની વાત કરે છે.
શુદ્ધ આત્મતત્ત્વના આશ્રયે પ્રગટેલું જે વીતરાગીચારિત્ર, તે સાક્ષાત્
નિર્વાણ–પ્રાપ્તિનો ઉપાય છે, તથા તે નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે.
–ધર્મી કહે છે કે–આવા સહજ પરમચારિત્ર–પરિણતિરૂપે પરિણમેલો હું, તેની
સહજ પરમ ચારિત્રપર્યાયમાં પણ તે જ પરમાત્મા સદા સંનિહિત છે–નિકટ છે.
તે ચારિત્રપર્યાયમાં પંચમહાવ્રતનો રાગ નિકટ છે–એમ ન કહ્યું, કેમકે તેમાં
રાગનો આશ્રય નથી. ભગવાન આત્મા જ ચારિત્રપર્યાયમાં વસે છે, કેમકે તે જ
તેનો આશ્રય છે. આવા આત્માના ધ્યાનમાં વીતરાગીસુખનું વેદન થાય છે, તેને
જ નિશ્ચય મોક્ષમાર્ગ કહ્યો છે, અને તેને જ ધ્યેયરૂપ પારિણામિકભાવ કહ્યો છે.
તેને ઘણાં નામોથી કહી શકાય છે. દ્રવ્યસંગ્રહની ૫૬ મી ગાથાની ટીકામાં તેનું
ઘણું સરસ વર્ણન છે.
પરમ ચૈતન્યસ્વભાવની સમીપ અને વ્યવહારના વિકલ્પોથી દૂર એવી
શુદ્ધ પરિણતિરૂપે ધર્મીજીવ પરિણમ્યો છે. બધી નિર્મળ આનંદમય પરિણતિમાં
આ જ નિયમ છે કે તે પરના આશ્રયથી દૂર વર્તે છે–રાગાદિથી દૂર વર્તે છે, ને
ભગવાન આત્માની સમીપ વર્તે છે, તેનાથી તે દૂર નથી. એટલે તે બધી
પર્યાયમાં પોતાનો શુદ્ધઆત્મા જ રહેલો છે–એમ ધર્મીજીવ દેખે છે.
શ્રી મુનિરાજ કહે છે કે હું ભેદવિજ્ઞાની છું, પરદ્રવ્યથી પરાઙ્મુખ છું,
અને પંચેન્દ્રિયના ફેલાવથી રહિત, માત્ર દેહનો જ જેને પરિગ્રહ છે–એટલે કે
બાહ્યઅંર્ત દિગંબરદશા જેને વર્તે છે, એવા મારા નિશ્ચયપ્રત્યાખ્યાનમાં પણ તે
આત્મા જ સદા આસન્ન છે–નિકટ છે. તે પ્રત્યાખ્યાનપર્યાયમાં શુભ–અશુભનો,
પુણ્ય–પાપનો કે હર્ષ–શોકરૂપ સુખ–દુઃખનો ત્યાગ છે. મારી સંવરપર્યાયમાં પણ
તે આત્મા જ બિરાજે છે; અને મારા શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે,
–કારણ કે તે પરમ–આત્મા સનાતન સ્વભાવવાળો છે. આવો આત્મા જ
ધર્મીજીવને સર્વપર્યાયોમાં ઉપાદેય છે; તે જ એક દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપ
છે....તે જ મંગળ–ઉત્તમ અને શરણ છે.