Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
* અહિંસાધર્મની પ્રેરક એક નાની વાર્તા *
(દિલ્હીથી પ્રકાશિત એક પુસ્તક જેની કિંમત રૂા. ૨૫૦) અઢીસો છે, તેમાં
ભગવાન મહાવીરનું ચરિત્ર છે. તેમાંથી એક પ્રસંગ અહીં સંક્ષેપમાં આપીએ છીએ.–)
મહાવીરપ્રભુના ધર્મદરબારમાં આવેલા શ્રેણીકરાજા ગૌતમસ્વામીને
પોતાના પૂર્વ ભવસંબંધી પૂછે છે, ત્યારે શ્રી ગૌતમસ્વામી પોતાના દિવ્યજ્ઞાન વડે
જાણીને કહે છે કે હે શ્રેણીક! સાંભળ! પૂર્વ તેં માંસ ન ખાવાની જે પ્રતિજ્ઞા કરી
તેના ફળમાં તું દેવ અને રાજા થયો.
પૂર્વભવમાં તું વિંધ્યાચલમાં ‘ખદિરસાર’ નામનો એક ભીલ હતો ને
માંસાહારી હતો. એકવાર તને કોઈ જૈનમુનિરાજના દર્શન થયા; મુનિરાજે કહ્યું
–માંસાહાર મહા પાપ છે, તેને તું છોડી દે! તેં ભદ્રભાવે કહ્યું–પ્રભો! માંસનો તો
મારો ધંધો છે, તે હું છોડી શકું તેમ નથી; પરતું (–અવ્યક્તપણે પણ તે
ખદિરસારના જીવને વીતરાગી મુનિના અહિંસક વચન ઉપર વિશ્વાસ આવતો
હતો; તેથી તેણે કહ્યું–) હે સ્વામી! આપના બહુમાનપૂર્વક હું કાગડાનું માંસ છોડું
છું; કદી પ્રાણાન્તે પણ હું કાગડાનું માંસ નહિ ખાઉં. શ્રી મુનિરાજે તેને ભવ્ય
જાણીને તે પ્રમાણે પ્રતિજ્ઞા આપી.
હવે વખત જતાં એમ બન્યું કે તે ખદિરસાર ભીલને કોઈ ભયંકર વિચિત્ર
રોગ થયો;–અનેક ઔષધ કરવા છતાં તે રોગ ન મટ્યો. ઔષધરૂપે જો કાગડાનું
માંસ ખાય તો જ તે રાગ મટે–તેમ હતું. પણ ભીલ તો પોતાની પ્રતિજ્ઞામાં મક્કમ
હતો. મરણ થાય તો ભલે થાય પણ કાગડાનું માંસ તો હું નહીં જ ખાઉં!
ખદિરસારનો એક મિત્ર–જે અત્યંત કુશળ હતો–તેણે તે વાત સાંભળી;
અને તેને સમજાવવા તે ખદિરસાર પાસે જઈ રહ્યો હતો. એવામાં રસ્તામાં તેણે
એક યક્ષદેવીને રૂદન કરતી દેખી. આ માણસે તેને રોવાનું કારણ પૂછ્યું; તો તે
યક્ષદેવીએ કહ્યું કે હે ભાઈ! તમે તમારા મિત્ર જે ખદિરસાર પાસે જાવ છો, તેને
કાગડાના માંસનો ત્યાગ છે અને તે ત્યાગ વ્રતમાં દ્રઢતાના કારણે તે મરીને
અહીં યક્ષ થાય તેમ છે;–પણ જો તમે જઈને તેને દવા તરીકે કાગડાનું માંસ
ખાવાનું કહેશો, અને કદાચ તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઈને, મરણથી બચવા કાગડાનું
માંસ ખાશે, તો તે મરીને નરકમાં જશે.–તેથી તેની દયાને લીધે હું દુઃખી છું.
ત્યારે તેને આશ્વાસન આપીને તે કુશળ માણસ ખદિરભીલ પાસે
આવ્યો; ને