અહો! અદ્ભુત ચિદાનંદ આતમા...
જેને દેખતાં થઈશ પરમાતમા રે,
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૧.
ભૂલ મા ભૂલ મા ભૂલ મા રે,
તારી ચિદાનંદ–વસ્તુને ભૂલ મા!
પરને પોતાની તું માન મા રે...
અહો અદ્ભુત ચિદાનંદ આતમા. ૨.
તારામાં શાંત થા, ધર્માત્મા જીવ થા,
સ્વરૂપ–બહાર તું ભમ મા રે....
તારી ચિદાનંદ–વસ્તુને ભૂલ મા.... ૩.
સમ્યગ્દ્રષ્ટિ થા.....ભ્રમ મટાડી,
આનંદસ્વરૂપે તું લીન થા રે....
અહો, અદ્ભુત ચિદાનંદ આત્મા! ૪.
આનંદનો દરિયો જ્ઞાનસ્વરૂપી
ઉછળે એમાં તું મગ્ન થા રે....
તારી ચિદાનંદ–વસ્તુને ભૂલ મા. ૫
આવી ગયો છે અવસર રૂડો,
શાંતસ્વરૂપે તું સ્થિર થા રે...
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૬