પ્રત્યેની પરમ પ્રીતિ.
એવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે, જે જીવ મિથ્યાત્વથી રહિત
થઈને ભગવાન જિનેન્દ્રદેવે કહેલા સમ્યક્ત્વનો આરાધક થયો છે–એવા
જીવનું લક્ષણ પ્રથમ તો ‘વાત્સલ્ય’ એટલે કે ધર્માત્મા પ્રત્યે પરમ પ્રીતિ
હોય. સમકિતીને બીજા ધર્માત્માઓ પ્રત્યે નિર્દોષભાવે–સરળતાપૂર્વક
અત્યંત પ્રેમ આવે છે. પોતામાં જે અપૂર્વ ધર્મ પ્રગટ્યો છે એવો જ ધર્મ
સામા જીવમાં જોતાં તેને વાત્સલ્ય આવે છે કે અહો! આ ધર્માત્મા પણ
આવા અપૂર્વ ધર્મને આરાધી રહ્યા છે. જો ધર્માત્માને દેખતાં આવી
પરમપ્રીતિ ન આવે તો તેને પોતામાં જ એવો ધર્મ પ્રગટ્યો નથી. જે ધર્મી
હોય તે બીજા ધર્માત્માને ઓળખી લ્યે ને તેના ઉપર પરમપ્રીતિ આવે,
ધર્માત્માને દેખતાં જ ઘણો પ્રેમ અને પ્રમોદ આવે. અહો, ધન્ય આ
ધર્માત્મા! ભગવાને કહેલા માર્ગને તે સાધી રહ્યા છે. આમ કાળજામાંથી
વાત્સલ્ય આવે. ‘અરે, આ મારાથી આગળ વધી ગયો’–એમ જેને
ધર્માત્મા પ્રત્યે ઈર્ષાબુદ્ધિ આવે તેને ધર્મનો પ્રેમ નથી. અહા, આ જીવ પણ
સમ્યગ્દર્શનાદિનો આરાધક છે–એમ ધર્મીને તો બીજા ધર્મી પ્રત્યે પરમપ્રેમ
આવે છે. આવો ધર્માત્મા પ્રત્યેનો પ્રેમ તે સમકિતી જીવનું ચિહ્ન છે.
આચાર્યદેવે ધર્માત્માના લક્ષણોમાં પહેલું જ આ વાત્સલ્ય વર્ણવ્યું છે.
સમકિતીને ઉપરટપકે નહીં પણ હાડોહાડ ધર્માત્માનો પ્રેમ હોય; અનુકૂળતા
હોય ત્યાંસુધી પ્રેમ રાખે, ને પ્રતિકૂળતા લાગે કે ધાર્યું ન થાય ત્યાં દ્વેષ કરે,
–એ સાચો પ્રેમ ન કહેવાય. દેખાવનો પ્રેમ નહિ પણ માયાચાર વગરનો
નિર્દોષ પ્રેમ ધર્માત્મા પ્રત્યે હોય,