Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 106

background image
: ૩૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
અરે મુનિઓને પણ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ પ્રત્યે વાત્સલ્ય આવે છે.
ભરતચક્રવર્તીનો જીવ પૂર્વભવોમાં એકવાર સિંહ હતો, તે વખતે તેણે સંન્યાસ
ધારણ કરેલ, ત્યારે મુનિવરે એક રાજાને તેની સેવા કરવાનું કહ્યું હતું. તેની કથા
પુરાણમાં આવે છે. (તે કથા આ પ્રમાણે: ભગવાન: ઋષભદેવના જીવે પૂર્વે
વજ્રજંઘરાજાના ભવમાં મુનિઓને આહારદાન કર્યું, ત્યારપછી તે મુનિઓને પૂછે
છે કે, હે નાથ! આ મતિવરમંત્રી વગેરે જીવો મને મારા ભાઈ સમાન વહાલા
લાગે છે, માટે આપ પ્રસન્ન થઈને તેનો પૂર્વભવ કહો. ત્યારે મુનિરાજ કહે છે કે
રાજન્! આ મતિવરનો જીવ પૂર્વભવમાં એકવાર વિદેહક્ષેત્રમાં એક પર્વત ઉપર
સિંહ હતો, એકવાર ત્યાંના રાજા પ્રીતિવર્ધન તે પર્વતપર આવ્યા. અને ત્યાં
પિહિતાસ્રવ નામના મુનિને વિધિપૂર્વક આહારદાન કર્યું. સિંહે (ચક્રવર્તીભરતના
જીવે) તે દેખ્યું અને તેને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી તે સિંહ અતિશય શાંત થઈ
ગયો, ને વ્રત ધારણ કરીને તેણે સંન્યાસમરણ અંગીકાર કર્યું.
મુનિરાજ પિહિતાસ્રવે તે સિંહનો બધો વૃતાંત જાણી લીધો, અને રાજા
પ્રીતિવર્ધનને કહ્યું કે હે રાજા! આ પર્વત પર એક સિંહ શ્રાવકનાં વ્રત ધારણ
કરીને, સંન્યાસ કરી રહ્યો છે, તમારે તેની સેવા કરવી યોગ્ય છે; તે સિંહ
આગામી કાળમાં ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતચક્રવર્તી થવાના છે
અને તે જ ભવે મોક્ષ પ્રાપ્ત કરવાના છે–એમાં સંદેહ નથી.
મુનિરાજનાં વચનો સાંભળી રાજાને ભારે આશ્ચર્ય થયું. ને મુનિરાજની
સાથે ત્યાં જઈને તે સિંહને દેખ્યો; પછી રાજાએ તેની સેવા તથા સમાધિમાં
યોગ્ય સહાયતા કરી. આ સિંહ દેવ થનાર છે એમ સમજીને મુનિરાજે પણ તેના
કાનમાં નમસ્કારમંત્ર સંભળાવ્યો. ૧૮ દિવસ સુધી આહારનો ત્યાગ કરીને
સમાધિપૂર્વક દેહ છોડીને તે સિંહ બીજા સ્વર્ગમાં દેવ થયો અને ત્યાંથી ચ્યવીને
વજ્રજંઘરાજાનો મંત્રી–મતિવર થયો.)–આમ ધર્માત્મા પ્રત્યે મુનિઓને પણ
વાત્સલ્યનો વિકલ્પ ઊઠે છે.
આ રીતે ધર્માત્મા પ્રત્યેનું વાત્સલ્ય તે સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે. જેને ધર્મ
પ્રત્યે પ્રમોદ ન આવે ને ઈર્ષા થાય–તે જીવ સમ્યક્ત્વનો વિરાધક છે. ધર્મીને તો
પ્રમોદ આવે કે વાહ, ધર્માત્માની દશા! તેઓ મોક્ષને સાધી રહ્યા છે.
ધર્મીનું બીજું ચિહ્ન એ છે કે પોતાથી વિશેષ ગુણવાન હોય તેના પ્રત્યે
ઘણો વિનય–સત્કાર–આદર આવે; પોતાને ગુણનો પ્રેમ છે ત્યાં બીજા વધારે
ગુણવાનને જોતાં અંતરમાં ઈર્ષા નથી આવતી પણ પ્રમોદ આવે છે, મહિમા
આવે છે. જો