મિથ્યાદ્રષ્ટિ છે. ધર્માત્માની સેવા–ભક્તિનો પ્રસંગ હોય ત્યાં ધર્મીને પ્રમોદ આવે
છે. ધર્માત્માનો દુનિયામાં આદરસત્કાર દેખીને જેને હોંસ ઉલ્લાસ કે અનુમોદના
નથી આવતી તેને તો ધર્મની પાત્રતા પણ નથી. પાત્ર જીવ તો હોંસથી–
ભક્તિથી ઊછળી જાય કે વાહ ધર્માત્મા!! ધર્મી પ્રત્યે બીજા ધર્માત્માને પણ
આવો આદર આવે છે. અરે, એક મુનિ પણ બીજા મુનિને દેખતાં આદર કરે છે
કે વાહ, આ મુનિ પણ રત્નત્રયમાર્ગમાં વર્તી રહ્યા છે, સ્વરૂપને સાધી રહ્યા છે,
મારા સાધર્મી છે.
થઈ રહ્યા છે. તેઓ ધર્મ પામે તો તેમનો ઉદ્ધાર થાય.–આમ તેને જીવો પ્રત્યે
અનુકંપા હોય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અંગીકાર કરીને મોક્ષમાર્ગની આરાધના પ્રગટ કરી તે
ધન્ય છે...તે પ્રશંસનીય છે. આમ માર્ગનો પ્રેમ ન આવે તો તેને ધર્મનો પ્રેમ જ
નથી. નિર્ગ્રંથદશારૂપ જે મુનિમાર્ગ તેનો ધર્મીને પ્રેમ હોય, હૃદયમાં તેની પ્રશંસા
હોય, ધન્ય આ માર્ગ! સંતોએ ધર્મને ધારી રાખ્યો છે! એ જ રીતે બીજા
સમ્યગ્દ્રષ્ટિ પ્રત્યે પણ પ્રશંસા આવે કે અહો, આ પણ માર્ગના આરાધક છે.
આરાધક જીવોને રત્નત્રયમાર્ગમાં કોઈ વિઘ્ન હોય–તો ધર્મી તેને દૂર કરે.
ગુણોની મુખ્યતા પાસે જરાક દોષ થઈ જાય તેને મુખ્ય ન કરે. ધર્મથી કોઈ જીવ
ડગી જતો હોય તો તેને ધર્મનો ઉત્સાહ જગાડીને ધર્મમાં સ્થિર કરે, દ્રઢ કરે.
ધર્માત્માને પ્રતિકૂળ પ્રસંગ આવી પડે તો તે દૂર કરે. સમકિતી–ધર્માત્માઓને
આવો ભાવ સહેજે હોય છે.
ઉપર–ઉપરથી વાત્સલ્ય દેખાડે ને અંદર ઈર્ષા રાખે–એવા માયાચારમાં
વાત્સલ્યાદિ કોઈ ગુણ હોતાં નથી.