ઉત્સાહ–વિનય–પ્રશંસા–ભાવના આવે છે તે જીવ સમ્યક્શ્રદ્ધાથી ભ્રષ્ટ છે,
વિરાધક છે. માટે મિથ્યાદ્રષ્ટિઓનો કે કુદેવ, કુગુરુ, કુધર્મનો સંસર્ગ જ ન
કરવો–એવો ઉપદેશ છે. ૧૪ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે અહો,
સમ્યગ્દર્શનના આરાધકને રત્નત્રયમાર્ગ પ્રત્યે પરમ ઉત્સાહભાવના હોય
છે, રત્નત્રય પ્રત્યે વારંવાર ઉત્સાહ પ્રશંસા અને આદરપૂર્વક તેને ગ્રહણ
કરવાની ભાવના કરીને તેનું ચિંતન કરે છે. મનથી–વચનથી ને કાયાથી
રત્નત્રયમાર્ગને સારભૂત–ઉત્તમ સમજીને તેની સ્તુતિ–વખાણ–મહિમા કરે
છે. અહો, ધન્ય પંથ! ધન્ય આ વીતરાગીમાર્ગ! આ પરમ સત્ય હિતકારી
માર્ગ મારે સાધવો છે. આમ પરમ ઉત્સાહથી ધર્મીજીવ માર્ગનું ગ્રહણ
કરીને તેને આરાધે છે; જગતની દરકાર ન કરે કે આ માર્ગ લઈશ તો
જગત શું બોલશ!–જગતથી ડરીને માર્ગમાં શિથિલ ન થાય, વિપરીત
માર્ગની પ્રશંસા ન કરે, તેને આદરે નહીં. અહા, આ નિર્ગ્રંથ માર્ગ!
ચૈતન્યની પ્રાપ્તિનો માર્ગ.....તે મહા પ્રયત્ને ગુરુકૃપાથી પ્રાપ્ત થયો છે, તેની
આરાધનાનો ધર્મીને ઉત્સાહ છે, ને બહુમાનથી તેની સેવા–ઉપાસના
કરીને સમ્યગ્દર્શનાદિને દ્રઢ કરે છે. તે કદી સમ્યક્ત્વથી ભ્રષ્ટ થતો નથી.
પરમ ઉત્સાહથી સમ્યક્ત્વસહિત અપ્રતિહતપણે માર્ગને આરાધતો થકો તે
ને સ્વભાવનો અંશ બંધનું કારણ થતો નથી. જે
આવા અબંધ–જ્ઞાનચિહ્ન વડે આત્માને ઓળખે તેનું
જ્ઞાનપરિણમન બંધથી રહિત થઈને મોક્ષને સાધે છે.