Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૩૭ :
ભગવાન દેશભૂષણ
કુલભૂષણ
(શ્રી રામ–લક્ષ્મણે દેશભૂષણ–કુલભૂષણ મુનિવરોનો ઉપદ્રવ દૂર કર્યો,
ને તે મુનિવરો કેવળજ્ઞાન પામ્યા....શ્રીરામ–લક્ષ્મણે અદ્ભુત ભક્તિથી તેનો
ઉત્સવ કર્યો. કેટલાક વખત બાદ તે કેવળીભગવંતો અયોધ્યાપુરીમાં પધાર્યા,
તેમની પાસે ભરતે દીક્ષા લીધી તથા હાથીએ શ્રાવકવ્રત લીધાં. તે દેશભૂષણ
અને કુલભૂષણ મુનિવરો સગાભાઈ હતા. ને કુંથલગિરિ–સિદ્ધક્ષેત્રથી તેઓ
મોક્ષ પામ્યા છે. જૈનપુરાણો અનુસાર તેમનો જીવનપરિચય અહીં આપીએ
છીએ.)