Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 106

background image
: ૩૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
મહારાષ્ટ્રમાં સોલાપુર નજીક કુંથલગિરિ–સિદ્ધક્ષેત્ર આવેલું છે; ત્યાંથી
દેશભૂષણ–કુલભૂષણ મોક્ષ પધાર્યા છે. હાલમાં ત્યાં એ મુનિવરોની સુંદર પ્રતિમા
છે; તેમજ સીમંધરભગવાનની પ્રતિમા સહિત બીજા અનેક મંદિરો છે. ગુરુદેવ
સહિત અનેક ભક્તોએ કુંથલગિરિ–સિદ્ધક્ષેત્રની યાત્રા કરી છે. તે સિદ્ધક્ષેત્ર અતિ
રળિયામણું છે. ત્યાંથી મોક્ષ પામેલા દેશભૂષણ ને કુલભૂષણ બંને મુનિવરો
રાજપુત્રો હતા, ને ચારભવથી તેઓ સગાભાઈ હતા.
પૂર્વભવમાં તેઓ ઉદિત–મુદિત નામના ભાઈ હતા; તેમની માતાનું નામ
ઉપભોગા, અને પિતા અમૃતસુર; તે અમૃતસુરનો મિત્ર વસુભૂતિ; તે વસુભૂતિ
દુષ્ટ હતો ને ઉપભોગોમાં આસક્ત હતો. તેણે પોતાના મિત્ર અમૃતસુરને મારી
નાંખ્યો, ને તેની સ્ત્રી ઉપભોગાને તે વાત કરી. ત્યારે દુષ્ટ ઉપભોગાએ તેને કહ્યું
કે મારા બે પુત્રોને (ઉદિત–મુદિતને) પણ તું મારી નાંખ–કે જેથી આપણા
દુષ્કર્મને કોઈ જાણે નહિ. અરેરે, વિષયાંધ સંસારી પ્રાણી! જુઓ તો ખરા,
વિષયવાસનાથી અંધ થઈને સગી માતા પોતના પુત્રોને મારી નાંખવા તૈયાર
થઈ છે!
–પણ ઉપભોગા ને વસુભૂતિની દુષ્ટ વાતચીત કોઈ સાંભળી ગયું, ને
ઉદિત–મુદિતને તેની ખબર પડી ગઈ કે વસુભૂતિ તેમને મારી નાંખવા માંગે છે.
–આથી અત્યંત ક્રોધિત થઈને તે બે ભાઈઓએ વસુભૂતિને જ મારી નાંખ્યો.
મરીને તે જીવ રૂદ્રપરિણામી મ્લેચ્છ–ભીલ થયો.
ત્યારબાદ ઉદિત અને મુદિત બંને ભાઈઓ મુનિરાજનો ઉપદેશ
સાંભળીને વૈરાગ્ય પામ્યા ને મુનિ થયા; તેઓ સમ્મેદશિખરની યાત્રા અર્થે
વિહાર કરતા કરતા માર્ગ ભૂલીને એક ભયાનક અટવીમાં આવ્યા; ત્યાં
વસુભૂતિનો જીવ કે જે ભીલ થયો હતો તે દુષ્ટભીલે તે મુનિઓને દેખ્યા ને
પૂર્વભવના વેરથી અત્યંત ક્રોધિત થઈને તેમને મારવા તૈયાર થયો.
આ જોઈને મોટામુનિ ઉદિતે નાના મુનિ મુદિતને કહ્યું કે: હે ભ્રાત!
મરણનો પ્રસંગ આવ્યો છે,–પણ તું ભય ન કરતો; ક્ષમાને અંગીકાર કરજે.
પૂર્વભવમાં દુષ્કર્મી વસુભૂતિને આપણે મારેલો, તે અત્યારે ભીલ થઈને
આપણને મારવા આવ્યો છે. આપણે તો મુનિ થઈને ઉત્તમક્ષમાનો અભ્યાસ
કર્યો છે, આપણને ક્રોધ કે વેર કેવા?–માટે હે બંધુ! તું ક્ષમામાં દ્રઢ રહેજે!
ત્યારે મુદિત–મુનિ કહે છે–અહો બંધુ! આપણે જિનર્માગના શ્રદ્ધાની, દેહથી