: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૩૯ :
ભિન્ન ચૈતન્યને અનુભવનારા,–આપણને શેનો ભય! દેહ તો વિનશ્વર અને
જુદો જ છે ને ચૈતન્યની અતીન્દ્રિયશાંતિને તો હણનાર કોઈ નથી.–આમ પરમ
ધૈર્યપૂર્વક બંને મુનિઓએ વાત કરી, ને દેહનું મમત્વ છોડી, ઉત્તમ
વૈરાગ્યભાવના ભાવતાં–ભાવતાં ચૈતન્યના ધ્યાનમાં મગ્ન થયા. ભીલ તેમને
મારવા તૈયાર થયો.....બરાબર એ જ વખતે તે વનના રાજાએ તેને અટકાવ્યો
ને મુનિઓની રક્ષા કરી, (તે વનનો રાજા પૂર્વભવમાં પંખી હતો, ત્યારે એક
પારધીના પંજામાંથી આ બંને ભાઈઓએ તેને બચાવેલો; તે ઉપકારના
સંસ્કારને લીધે અત્યારે તેને સદ્બુદ્ધિ ઉપજી, તેથી ઉપસર્ગ દૂર કરીને તેણે
મુનિઓની રક્ષા કરી.) મરણનો ઉપસર્ગ દૂર થતાં બંને મુનિઓએ
સમ્મેદશિખરની યાત્રા કરી, બીજા પણ અનેક તીર્થની યાત્રા કરી; ને અંતમાં
રત્નત્રયની આરાધના સહિત સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયા.
ભીલનો દુષ્ટ જીવ વેરના સંસ્કાર ચાલુ રાખીને કુયોનિમાં રખડ્યો ને
અનેક ભવમાં દુઃખી થયો; અંતે કુતપ કરીને જ્યોતિષી દેવ થયો.
હવે, દેશભૂષણ–કુલભૂષણના બંને જીવો ઉદિત ને મુદિત, જેઓ સ્વર્ગમાં
ગયા હતા તેઓ ત્યાંથી નીકળીને રત્નરથ તથા વિચિત્રરથ નામના બે ભાઈ
થયા; ને મલેચ્છનો દુષ્ટજીવ પણ જ્યોતિષી દેવમાંથી નીકળીને તેમનો ભાઈ
થયો. પૂર્વના વેરસંસ્કારથી તે અત્યારે પણ બંને ભાઈઓ પ્રત્યે વેર રાખવા
લાગ્યો; આથી તે બંને ભાઈઓએ તેનું અપમાન કરીને તેને દેશનિકાલ કર્યો. તે
દંભી તાપસી થઈને વિષયાંધપણે મર્યો ને અનેકગતિમાં રખડી રખડીને છેવટે
અગ્નિપ્રભ નામનો જ્યોતિષદેવ થયો.
હવે રત્નરથ તથા વિચિત્રરથ બંને ભાઈઓ રાજ છોડી મુનિ થયા, ને
સ્વર્ગમાં ગયા; ત્યાંથી નીકળી સિદ્ધાર્થનગરના રાજા ક્ષેમંકર તથા રાણી
વિમલાદેવી;–તેમના પુત્રો થયા: તેમનાં નામ દેશભૂષણ ને કુલભૂષણ. બંને
ભાઈઓને એકબીજા પ્રત્યે પરમ પ્રેમ છે, માત્ર આ ભવમાં નહિ પણ પૂર્વે
અનેક ભવથી તેઓ એકબીજાના ભાઈ છે; બંને ભાઈઓ આત્માઓ આત્માને
જાણનારા છે; ને પૂર્વ ભવના સંસ્કારી છે.
રાજાએ નાનપણથી જ બંનેને વિદ્યા ભણવા મોકલ્યા. પંદર વર્ષો સુધી
બંને ભાઈઓ વિદ્યાભ્યાસમાં એવા મશગુલ હતા કે વિદ્યાગુરુ સિવાય બીજા
કોઈને ઓળખતા ન હતા. વિદ્યાભ્યાસ પૂરો કરીને બંને યુવાન કુમારો પાછા
આવ્યા ત્યારે રાજાએ નગરીને શણગારીને તેમનું ભવ્ય સન્માન કર્યું ને વિવાહ
માટે રાજકન્યા પસંદ કરીને તૈયારી કરી. આ પ્રસંગે બંને ભાઈઓએ નગરીમાં
ફરતાં ફરતાં રાજ–