Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 106

background image
: ૪૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
ત્યારે રામ હસીને કહે છે કે રે સીતા! તું તો બહુ બીકણ છો. તારે
લોકોની સાથે જવું હોય તો તું જા! અમે તો અહીં આ પર્વત ઉપર જ રાત
રહેશું; ને આ બધું શું થાય છે તે જોઈશું. અમને કોઈનો ડર નથી.
ત્યારે સીતાએ પણ કહ્યું કે હે નાથ! તમારી હઠ દુર્નિવાર છે! તમે જશો
તો હું પણ સાથે જ આવીશ. આપ અને લક્ષ્મણ જેવા વીર મારી સાથે છો, પછી
મને પણ કોનો ભય છે!–એમ કહીને તે પણ રામ–લક્ષ્મણની સાથે જ વંશસ્થ
પર્વત તરફ જવા લાગી.
લોકોએ તેમને ત્યાં ન જવા ઘણું સમજાવ્યા, પણ રામ–લક્ષ્મણ તો
નિર્ભયપણે પર્વત ઉપર જવા લાગ્યા. સીતા પણ સાથે ચાલી. સીતા ભયની
મારી ક્્યાંક પર્વત ઉપરથી પડી ન જાય–એમ વિચારી, રામ આગળ ને લક્ષ્મણ
પાછળ–બંને ભાઈઓ ખૂબ સાવધાનીથી સીતાને પહાડના શિખર ઉપર લઈ
ગયા.
પહાડ ઉપર જઈને જોયું ત્યાં તો અદ્ભુત આશ્ચર્યકારી દ્રશ્ય દેખ્યું:
અહા! અત્યંત સુકોમળ બે યુવાન મુનિભગવંતો ઊભા ઊભા દેહથી ભિન્ન
આત્માનું ધ્યાન કરી રહ્યા છે. દરિયા જેવી ગંભીર એમની શાંતમુદ્રા છે. આવા
વીતરાગ મુનિ ભગવંતોને દેખીને તેમને અત્યંત પ્રસન્નતા થઈ, ને
ભક્તિભાવથી સ્તુતિ કરવા લાગ્યા...રામ–લક્ષ્મણ–સીતાએ એવી ભાવભીની
સ્તુતિ કરી કે પર્વત ઉપરના પશુઓ પણ તે સાંભળીને મોહિત થયા, ને ત્યાં
આવીને શાંતિથી બેસી ગયા. રામ–લક્ષ્મણ–સીતા ત્યાં જ રહ્યા. રાત પડી....ને
અસુરદેવ ઉપદ્રવ કરવા આવી પહોંચ્યો; મોટા ભયાનક સર્પનું રૂપ લઈને
જીભના લબકારા કરતો તે મુનિઓના શરીરને વીંટળાઈ વળ્‌યો. રામ–લક્ષ્મણ
આ ઉપદ્રવને અસુરની માયા સમજીને તેના ઉપર એકદમ ગુસ્સે થયા. સીતા તો
એનું ભયાનક રૂપ દેખીને ભયથી રામને વીંટળાઈ ગઈ...રામે કહ્યું–હે દેવી! તું
ભય ન કર.–સીતાને ધીરજ આપીને બંને ભાઈઓએ મુનિઓના શરીર ઉપરથી
સર્પને પકડીને દૂર કર્યા. (–બળદેવ–વાસુદેવના પુણ્યપ્રભાવ પાસે અસુરદેવની
વિક્રિયાનું જોર ન ચાલ્યું.) સર્પોને દૂર કરીને રામ–લક્ષ્મણ એવી અદ્ભુત સ્તુતિ
કરવા લાગ્યા કે હે દેવ! આપ તો જગતના રક્ષક બંધુ છો; આપ મંગળ છો,
આપનું શરણ લેતાં ભવ્યજીવોના ભવનો ઉપદ્રવ દૂર થઈ જાય છે ને આનંદમય
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. અહો, આપ જિનમાર્ગના પ્રકાશક છો, સમ્યક્ત્વાદિ