Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 106

background image
: ૪૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
કુલભૂષણના પૂર્વભવના પિતા–જે ગરુડેન્દ્ર થયા હતા તે કેવળીભગવાનના દર્શન
કરવા આવી પહોંચ્યા. રામ–લક્ષ્મણ ઉપર તેઓ પ્રસન્ન થયા ને આદરપૂર્વક કહ્યું:
આ બંને મુનિઓ મારા પૂર્વભવના પુત્રો છે, તમે તેમની ભક્તિ કરી ઉપસર્ગ દૂર
કર્યો તે દેખીને હું ઘણો પ્રસન્ન થયો છું. માટે તમે જે માંગો તે હું આપું! ત્યારે
રામે કહ્યું: કોઈવાર અમારા ઉપર સંકટ આવે તો તે વખતે અમને સંભાળજો.–
તે વચન પ્રમાણ કરીને ગરુડેન્દ્રે કહ્યું–ભલે, હું તમારી પાસે જ છું. ભગવાનની
વાણી સાંભળીને અનેક જીવો ધર્મ પામ્યા. રાજા અને પ્રજાજનો નગરીમાં પાછા
ફર્યા, ને આનંદનો ઉત્સવ કર્યો. કેવળજ્ઞાનના પ્રતાપે સર્વત્ર આનંદ મંગળ
છવાઈ ગયા.
‘શ્રી રામચંદ્રજી બળભદ્ર તદ્ભવ મોક્ષગામી છે ’ એમ કેવળીપ્રભુની
વાણીમાં સાંભળીને લોકોએ તેમનું ઘણું સન્માન કર્યું. મુનિવરોને કેવળજ્ઞાન
ઉત્પન્ન થવાથી આ ભૂમિને મહા તીર્થરૂપ સમજીને રામ–લક્ષ્મણ–સીતા કેટલાક
દિવસ અહીં જ રહ્યા, ને મહાન ઉત્સવપૂર્વક પર્વતપર અનેક ભવ્ય મંદિરો
કરાવીને, અદ્ભુત જિનભક્તિ કરી. ત્યારથી આ વંશસ્થ પર્વતને લોકો રામગિરિ
કહેવા લાગ્યા. આજે પણ મધ્યપ્રદેશમાં તે રામટેકતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. (સં.
૨૦૧૫ માં અનેક ભક્તો સહિત પૂ. શ્રી કાનજીસ્વામીએ તે રામટેક તીર્થની પણ
યાત્રા કરી હતી.)
* * *
મોક્ષગામી બે રાજકુમારો....તેમનું સાચું કુટુંબ
દેશભૂષણ અને કુલભૂષણ–એ બંને રાજકુમાર બંધુઓ, જ્યારે એકાએક
સંસારથી વિરક્ત થઈને મુનિદીક્ષા લેવા તૈયાર થયા છે, ત્યારે પુત્રવિયોગથી
વ્યાકુળ માતા પુત્રોને દીક્ષા લેતા રોકવા ઘણો પ્રયત્ન કરે છે, ને મુનિપણામાં
ઘણાં કષ્ટ બતાવતાં કહે છે કે બેટા, ત્યાં કોઈ માતા–પિતા કે પરિવાર નથી;
કુટુંબ વગર તમે એકલા કઈ રીતે રહેશો? તે વખતે વૈરાગી–કુમારો માતાને કહે
છે કે–હે માતા! મુનિદશામાં તો મહા આનંદ છે. સાંભળો–
ધૈર્યં યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિશ્ચિરં ગેહિની,
સત્યં સુનુરયં દયા ચ ભગિની ભ્રાતા મન: સંયમ:
શય્યા ભૂમિતલં દિશોઽપિ વસનં જ્ઞાનામૃતં ભોજનં,
એતે યસ્ય કુટુંબિનો વદ સખે! કસ્માત્ ભયં યોગિન:
।।