Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 106

background image
: ૪૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
અરિહંત ભગવંતો અપૂર્વ
પરમ સૌખ્યને ધ્યાવે છે
અહો, અરિહંતભગવંતો આત્માના સર્વ પ્રદેશે પરમ આનંદ અને
જ્ઞાનરૂપે પરિણમી રહ્યા છે; તેમને મોહ સર્વથા નષ્ટ થયો છે ને સમસ્ત પદાર્થોનું
સ્વરૂપ કેવળજ્ઞાન વડે તેમણે સાક્ષાત્ જાણી લીધું છે, તેથી તેમને ઈચ્છા કે સન્દેહ
નથી; તેઓ પોતે ઈન્દ્રિયોથી પાર થઈને અતીન્દ્રિય સહજ પરમ આનંદરૂપે ને
જ્ઞાનરૂપે આખા આત્મામાં પરિણમી રહ્યા છે. આવા તે શ્રમણ ભગવંતો (એટલે
કે કેવળીભગવંતો) પોતાના આત્મામાં અપૂર્વ પરમ આનંદને ધ્યાવે છે,–એમ
કુંદકુંદાચાર્યદેવ પ્ર. ગા. ૧૯૮ માં કહે છે.
જુઓ, આ અરિહંતદેવની ઓળખાણ! જેને મોહ નથી, જેને જ્ઞાનમાં કે
સુખમાં કોઈ જ પ્રતિબંધ નથી, પોતે સ્વભાવથી જ આખા આત્મામાં સર્વપ્રદેશે
પરિપૂર્ણ જ્ઞાન–આનંદરૂપ પરિણમનમાં ઠરી ગયા છે, મહાન અતીન્દ્રિય આનંદરૂપ
પૂર્ણસુખમાં જ લીન થઈને તેને એકને જ અનુભવે છે; તે અપેક્ષાએ તે
ભગવંતોને પણ પરમ શુક્લધ્યાન કહેવામાં આવ્યું છે. અતીન્દ્રિય આનંદરૂપે
પરિણમતા આત્માને જ અનુભવવામાં તેઓ સ્થિતિ છે.
અહો, આવા અપૂર્વ આનંદસ્વરૂપ અતીન્દ્રિય આત્મા છે–તેને સમ્યગ્દ્રષ્ટિ
જ પ્રતીતમાં લ્યે છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા
સર્વજ્ઞભગવાન પરમઆનંદથી અભિન્ન એવા નિજાત્મારૂપી એક વિષયનું
સંવેદન કરતા હોવાથી તેમને પરમઆનંદનું ધ્યાન છે, અર્થાત્ તેઓ પરમ
સૌખ્યને ધ્યાવે છે,–આવું ધ્યાન, આવું સંચેતન તે, સહજ જ્ઞાન અને આનંદ જેનો
સ્વભાવ છે એવા સિદ્ધત્વની સિદ્ધિ જ છે.
જુઓ, આ અરિહંતોનું સુખ સમકિતી ધર્માત્મા પણ ભૂમિકાઅનુસાર
આવા અતીન્દ્રિય પરમસુખને અનુભવે છે. હજી તેને પૂર્ણતા નથી ને રાગાદિ પણ
છે એટલે ઉપયોગ પરમાં પણ જાય છે; છતાં તે પણ અતીન્દ્રિય આનંદરૂપે
પરિણમતા પોતાના આત્માને ધ્યાનમાં ધ્યાવીને તેને સંચેતે છે. સર્વજ્ઞને પૂર્ણ
સંચેતન છે, આને હજી અધૂરું છે એટલે પરમાં પણ ઉપયોગ જાય છે. સર્વજ્ઞ
પરમાત્માને પૂર્ણ સુખ, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ વીતરાગતા