આત્મારૂપી જે પોતાનો અનાદિબંધુ તેની પાસે જાય છે.
સહિત અતિશય વૈરાગ્યપૂર્વક વિદાય લ્યે છે–તેનું વર્ણન મુમુક્ષુના
ચિત્તને સંસારથી એકદમ ઊઠાડી મુકે છે....ને પછી દુઃખથી સર્વથા
છૂટવાનો અભિલાષી તે મોક્ષાર્થી જીવ જ્યારે ચારિત્રવંત
કુંદકુંદસ્વામી જેવા આચાર્યભગવંત પાસે જઈને, તેમના ચરણે
પડીને ઈષ્ટની પ્રાર્થના કરે છે કે પ્રભો! શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ
સિદ્ધિથી મને અનુગૃહીત કરો! પછી શ્રી ગુરુ તેને દીક્ષા આપે છે
કે–, આ શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ! બસ, પછી દીક્ષિત
થયેલો તે જીવ નિર્વિકલ્પધ્યાનવડે મુનિ થઈને મોક્ષમાર્ગમાં વિચરે
છે.–આવા દીક્ષામહોત્સવનું આનંદકારી વર્ણન સાંભળતાં આત્મા
પ્રશાંતરસમાં ઝુલવા માંડે છે...અહા! જાણે મુનિવરોના ટોળાં
આપણી સન્મુખ બિરાજતા હોય! ને શાંતરસના ફૂવારા ચારેકોર
ઊછળી રહ્યા હોય!–તેની વચ્ચે બેઠા હોઈએ! એવી શાંતઉર્મિઓ
ગુરુદેવના પ્રવચન સાંભળતાં ઊલ્લસતી હતી...અને એવી
ભાવના જાગતી હતી કે અહા, પરમાત્માના પંથે વિચરતા એવા
કોઈ વીતરાગ સંતમુનિ પધારે ને તેમની પાછળ–પાછળ તેમના
માર્ગે ચાલ્યા જઈએ...
શુદ્ધોપયોગનું જોર છે ને જે અતીન્દ્રિય આનંદથી ભરપૂર છે
–એવી મુનિદશાના અપાર મહિમાપૂર્વક આ પ્રવચન વાચો...ને
એવી મુનિભાવનાની મંગલ મોજ જાણો. (સં.)