Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
પ્રવચનસારમાં પહેલાં બે અધિકાર દ્વારા જ્ઞાનતત્ત્વ અને સ્વ–પર
જ્ઞેયતત્ત્વોનું સ્વરૂપ બતાવીને આચાર્યદેવ કહે છે કે, અમારો આત્મા આ
સંસારના દુઃખથી મુક્ત થવાનો અર્થી હતો; તેથી અમે આવા જ્ઞાનતત્ત્વ અને
જ્ઞેયતત્ત્વોનો યથાર્થ નિર્ણય કર્યો છે. પંચપરમેષ્ઠી ભગવંતોને ભાવનમસ્કાર
કરીને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત શુદ્ધોપયોગ વડે વીતરાગી
સામ્યભાવરૂપ મુનિદશા પ્રગટ કરી છે. અમે અમારા અનુભવથી કહીએ છીએ કે
હે જીવો! દુઃખથી છૂટવા માટે તમે પણ આ જ માર્ગને અંગીકાર કરો. જેનો
આત્મા દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તે અમારી જેમ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક
ચારિત્રદશાને અંગીકાર કરો. તે ચારિત્રદશા અંગીકાર કરવાનો જે યથાનુભૂત
–અનુભવેલો માર્ગ, તેના પ્રણેતા અમે આ ઊભા!
(વાહ, જાણે આચાર્ય ભગવાન સામે સાક્ષાત્ જ ઊભા હોય, ને
શિષ્યજનને મુનિદીક્ષાની પ્રેરણા કરતા હોય! એવું અદ્ભુત વૈરાગ્યરસભીનું
વર્ણન આ ચારિત્ર અધિકારમાં છે.)
અહા જુઓ, આ દુઃખથી છૂટવાનો માર્ગ! સાધુદશા શું ચીજ છે તેની
લોકોને ખબર નથી. અંતરમાં જેણે ચૈતન્યનિધાન દેખ્યા હોય, જેને જ્ઞાનજ્યોતિ
પ્રગટી હોય ને ચૈતન્યના નિધાનને ખોલવાના પ્રયત્નમાં જેઓ સતત પરાયણ
વર્તતા હોય–એવા જીવોને ચૈતન્યમાં લીનતાથી ચારિત્રદશા ને સાધુદશા હોય છે.
આચાર્યભગવાન નિઃશંકતાથી કહે છે કે એવી દશા અમને પ્રગટી છે, અમારા
સ્વાનુભવથી અમે તેનો માર્ગ જાણ્યો છે...બીજા જે મુમુક્ષુઓ દુઃખથી છૂટવા માટે
ચારિત્રદશા લેવા માગતા હોય–તેમને માર્ગ દેખાડનારા અમે આ ઊભા!
જેને સમ્યગ્દર્શન થયું હોય, જ્ઞાનજ્યોતિ ઝળકી હોય, અને હવે મુનિ
થઈને ચૈતન્યના પૂર્ણાનંદને સાધવા માગતો હોય, કષાયોના કલેશરૂપ દુઃખોથી
અત્યંતપણે છૂટીને ચૈતન્યની પરમશાંતિમાં ઠરવા માંગતો હોય, તે જીવ શું કરે
છે? પંચપરમેષ્ઠી ભગવંતોને ફરી ફરી નમસ્કાર કરીને, જે મુનિ થવા ઈચ્છે છે તે
મુમુક્ષુ પ્રથમ તો વૈરાગ્યપૂર્વક બંધુવર્ગની વિદાય લે છે: અહો, આ પુરુષના
શરીરના બંધુવર્ગમાં વર્તતા આત્માઓ! આ પુરુષનો આત્મા જરાપણ તમારો
નથી–એમ નિશ્ચયથી તમે જાણો. જ્ઞાનતત્ત્વના નિશ્ચયવડે સર્વત્ર મમતા છોડીને
હવે હું તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો હું આજે
આત્મારૂપી મારો જે અનાદિબંધુ તેની પાસે જાઉં છું. અરે, સમસ્ત અન્ય
દ્રવ્યોથી ભિન્ન, હું તો એક જ્ઞાનસ્વરૂપ