: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૪૯ :
* જૈનશાસનનો મહામંત્ર *
જૈનશાસનમાં આચાર્ય કુંદકુંદપ્રભુએ આત્મહિત માટે મહામંત્ર આપ્યો છે
કે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન છે.
ધર્મીજીવ પોતાના ભૂતાર્થરૂપ જ્ઞાયકસ્વભાવનો એકનો જ આશ્રય કરે
છે. ધર્મીજીવની દ્રષ્ટિમાં ગુણભેદનો પણ આશ્રય હોતો નથી, ત્યાં પર્યાયના
આશ્રયની તો વાત જ ક્્યાં છે? તેને દ્રષ્ટિમાં એક ભૂતાર્થસ્વભાવરૂપ આત્માનો
જ નિરંતર આશ્રય છે; બીજા કોઈનો આશ્રય નથી.
આ ભૂતાર્થસ્વભાવની અનુભૂતિને જ જૈનશાસન કહ્યું છે, ને ગુણસ્થાન
–માર્ગણાસ્થાન વગેરે બધા ભેદો તે અનુભૂતિથી બહાર છે. આવી અનુભૂતિને
આત્મા કહ્યો છે.
શુદ્ધનયને અવલંબનારો ધર્મીજીવ દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી કે ભાવથી
આત્માને ખંડિત કરતો નથી, સુવિશુદ્ધ એક ચિન્માત્ર ભાવરૂપે જ પોતાને
અનુભવે છે:–
“न द्रव्येण खंडयामि न क्षेत्रेण खंडयामि
न कालेन खंडयामि न भावेन खंडयामि
सुविशुद्ध एको ज्ञानमात्र भावोऽस्मि”
આવી અખંડ આત્મઅનુભૂતિ તે જૈનશાસનનો મહામંત્ર છે.
વીરશાસનમાં આવી અનુભૂતિ પામીને ભવ્યજીવો પોતાનું કલ્યાણ કરો–એમ
શ્રીગુરુનાં આશીર્વાદ છે. (સં.)
ખાલી જગ્યામાં માત્ર એક અક્ષર મુકીને સાચો ઉત્તર શોધી કાઢો:
– ખ પામવું હોય તો જ્ઞાન–જ્યોત પ્રગટાવો.
– ખ ન પામવું હોય તો અજ્ઞાનને છોડો.
– ગ જીવને દુઃખદાયક છે.
– ગ જીવને સુખદાયક છે.
– ન નું ફળ પુણ્ય છે.
– ન નું ફળ મોક્ષ છે.
ધ – ને ખાતર જીવન બગાડો નહિ.
ધ – ને ખાતર જીવન અર્પી દેજો.
– વ તેને કહેવાય કે જે વીતરાગ હોય.
– વ તેને કહેવાય કે જે જ્ઞાનવંત હોય.