: ૫૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
ધર્માત્માના ધ્યેયરૂપ ધ્રુવ આત્મા કેવો છે
(મુમુક્ષુઓને માટે મનનીય અંતર્મુખી પ્રવચન)
ગુરુદેવ કહે છે કે આ ૧૯૨ મી ગાથા તો મહામંત્ર છે; આમાં ધ્રુવ
આત્માની ઉપલબ્ધિની રીત આચાર્યદેવે બતાવી છે, પર્યુષણ દરમિયાન
આ ગાથા ચાર વખત વંચાણી ને તેમાં ઘણું સ્પષ્ટીકરણ કરીને
ધ્રુવસ્વભાવી આત્માનો સાક્ષાત્કાર કરાવ્યો. આત્મા ધ્રુવ કયા પ્રકારે છે
ને તેને માનવાથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ કયા પ્રકારે થાય છે!–તેના મંત્રો
આ ૧૯૨ મી ગાથામાં ભર્યાં છે.
આ ગાથાના ગંભીર ભાવોનો ખ્યાલ એ ઉપરથી આવશે કે પ્રવચનમાં
ઉપરા ઉપરી ચાર–ચાર વખત વંચાયા છતાં, હજી જાણે ફરીફરીને વંચાય તો
સારું!–એમ ગુરુદેવને તેમજ શ્રોતાજનોને થતું હતું.
આ ગાથામાં તથા તેની ટીકામાં અને પ્રવચનોમાં એટલું સુંદર
સ્પષ્ટીકરણ આવ્યું છે કે, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ ચાહનારા મુમુક્ષુઓને માટે તે
ખૂબ જ વિચારણીય છે, તેનું મનન કરતાં આત્માનું સ્વરૂપ સ્પષ્ટ સમજમાં
આવી જાય છે ને મુમુક્ષુની બધી મુંઝવણ મટી જાય છે. આત્માનું સ્વરૂપ સમજવા
માટે તે પૂરેપૂરું માર્ગદર્શન આપે છે, ને તે સમજ્યા પછી આત્માની ઉપલબ્ધિ
માટે બીજું કાંઈ સમજવાનું બાકી નથી રહેતું. આ ગાથાના અને પ્રવચનના
ભાવો સમજવાથી જરૂર સમ્યગ્દર્શન થાય છે એટલે કે ધ્રુવરૂપ શુદ્ધઆત્માની
ઉપલબ્ધિ થાય છે. (સં.)
* * * * *
એ રીત દર્શન–જ્ઞાન છે, ઈન્દ્રિયઅતીત–મહાર્થ છે,
માનું હું–આલંબન રહિત જીવ શુદ્ધ–નિશ્ચળ–ધ્રુવ છે.
જુઓ, આ ધ્રુવઆત્માનું સ્વરૂપ! એનો સ્વીકાર સ્વસન્મુખ પર્યાયમાં
થાય છે. તેથી આચાર્યદેવે કહ્યું કે ‘मन्येहં’ હું આવા આત્માને માનું છું–અનુભવું
છું–સ્વસન્મુખ થઈને સાક્ષાત્કાર કરું છું. જેણે પર્યાયને અંતર્મુખ કરીને આવા ધ્રુવ
આત્માને માન્યો છે તેની આ વાત છે. જેણે પર્યાયમાં આવો આત્મા જાણ્યો
નથી.