: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૫૧ :
તેને તો ધ્રુવની પણ ક્્યાં ખબર છે? તેથી આચાર્યદેવ કહે છે કે मण्णेहं–मन्येऽहं
અંતર્મુખ થઈને હું આવા આત્માને માનું છું. આ માનવામાં સમ્યગ્દર્શન આવી ગયું.
તેના વિષયરૂપ ધ્રુવ આત્માનું આ અદ્ભુત વર્ણન છે. જૈનશાસનનો સાર આમાં
ભર્યો છે.
આચાર્યદેવ કહે છે કે–ધ્રુવરૂપ એવો શુદ્ધઆત્મા ઉપલબ્ધ કરવા યોગ્ય છે.
પરથી ભિન્ન અને સ્વધર્મોથી અભિન્ન–એવો એક શુદ્ધ ધ્રુવઆત્મા હું છું–એમ હું
‘માનું છું’. આવા ધ્રુવસ્વભાવી આત્માને જ્યાં માનવા જાય છે ત્યાં પર્યાય તેની
સન્મુખ થઈ જાય છે; અને ત્યારે જ તેણે ખરેખર ધુ્રવઆત્માને જાણ્યો છે. અને તેણે
જ શુદ્ધઆત્માને ઉપલબ્ધ કર્યો છે.
આત્મા ધ્રુવ કેમ છે? તે વાત અલૌકિક રીતે આચાર્યદેવે આ ગાથામાં
સમજાવી છે.
* પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ હોવાથી આત્માને
એકપણું છે.
* એકપણું હોવાથી આત્માને શુદ્ધપણું છે.
* શુદ્ધઆત્મા સત્–અહેતુક–અનાદિઅનંત અને સ્વત: સિદ્ધ છે તેથી તેને
જ ધ્રુવપણું છે.
જુઓ, આવો ધ્રુવસ્વભાવ હું છું–એમ માનવા જાય ત્યાં પર્યાય ધ્રુવનો
આશ્રય કરીને શુદ્ધ થઈ છે, ને તે પર્યાયે પોતામાં ધ્રુવનો સ્વીકાર કર્યો છે. આ રીતે
ધ્રુવસ્વભાવી આત્મા–કે જે મહાન અતીન્દ્રિય પદાર્થ છે–તે જ શ્રદ્ધામાં–જ્ઞાનમાં–
અનુભવમાં લેવા યોગ્ય છે; તેની ઉપલબ્ધિ તે જ મોક્ષમાર્ગ છે.
પરવસ્તુ ધ્રુવ હોય તોપણ તે આ આત્માને માટે તો અધ્રુવ છે, કેમકે આ
આત્માને માટે તે સંયોગરૂપ છે, વિભાગરૂપ છે, તેનો આશ્રય અશુદ્ધતાનું કારણ છે.
માટે તે ઉપલબ્ધ કરવા યોગ્ય નથી.
‘હું મારા આત્માને દર્શન–જ્ઞાનભૂત, અતીન્દ્રિય–મહા પદાર્થ, ધ્રુવ–અચળ–
નિરાલંબ અને શુદ્ધ માનું છું’–આવો સાક્ષાત્કાર ધર્મીને હોય છે. જુઓ, આત્માને
‘મહાન પદાર્થ’ કેમ કહ્યો?–કેમકે મોક્ષલક્ષણરૂપ મહાન પુરુષાર્થનો સાધક હોવાથી તે
મહા–અર્થ છે. ‘मोक्षलक्षणमहापुरुषार्थसाधकत्वात् महार्थम्’ એમ શ્રી
જયસેનસ્વામીએ ટીકામાં અર્થ કર્યો છે.
મારો આત્મા અતીન્દ્રિયજ્ઞાનરૂપ મહાપદાર્થ છે;–ઈંદ્રિયોને અવલંબે એવો
તૂચ્છ મારો આત્મા નથી, ઈન્દ્રિયોને અતિક્રમીને અતીન્દ્રિયજ્ઞાનવડે એકસાથે સર્વને