Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 57 of 106

background image
: ૫૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
જાણે એવો મહાન સત્ પદાર્થ છે.....અતીન્દ્રિય સ્વભાવને લીધે તે મહાન છે. આવો
આત્મા રાગ–વિકલ્પ કે ભેદવડે અનુભવમાં નથી આવતો. પર્યાય ઉપર દ્રષ્ટિ રાખ્યે
પણ આવો ધ્રુવસ્વભાવી આત્મા ઉપલબ્ધ થતો નથી. પર ઉપર ન જોતાં, ભેદ ઉપર
ન જોતાં, અંતર્મુખ થઈને ધુ્રવસ્વભાવ સન્મુખ જે પર્યાય થઈ, ‘તે પર્યાય એમ
અનુભવે છે કે હું ધ્રુવ છું. ’–પર્યાયમાં આવા અનુભવ વગર ધ્રુવસ્વભાવને જાણ્યો
કહેવાય નહિ. ધ્રુવનો અનુભવ પર્યાયમાં થાય છે.
શુદ્ધઆત્મા સત્ અહેતુક છે; તેની પર્યાય પણ સત્–અહેતુક છે, તે પોતાના
ધ્રુવને અવલંબે છે, બીજા કોઈની અપેક્ષા રાખતી નથી. પર્યાય અધ્રુવ હોવા છતાં,
અંતર્મુખ થઈને ધ્રુવસ્વભાવને પકડી પાડે છે. અનાદિ અનંત–સ્વતઃસિદ્ધ–સત્–
અહેતુક આત્મા, કોઈ બીજાને લીધે નથી પણ પોતે પોતાથી જ છે–એટલે સ્વત: સિદ્ધ
છે, કોઈ કારણથી તે થયેલો નથી. ઈન્દ્રપદ વગેરે તો પુણ્યના કારણે થાય છે, તેથી તે
અધ્રુવ અને સહેતુક છે. આત્માને પોતાના જ્ઞાનાદિ–સ્વભાવમાં અન્ય કોઈ કારણ
નથી, તે સ્વતઃસિદ્ધ સત્ છે, તેથી ધ્રુવ છે, આત્માને પોતાના સ્વભાવનો વિયોગ
થતો નથી.–માટે સંયોગ–વિયોગરૂપ અન્ય અધ્રુવ પદાર્થોથી મારે કાંઈ પ્રયોજન નથી;
મારો અસંયોગી સ્વતઃસિદ્ધ, એક–શુદ્ધ–ધુ્રવ આત્મા જ મારે માટે ધ્રુવ હોવાથી તે જ
મારે ઉપલબ્ધ કરવા જેવો છે, તે જ આશ્રય કરવા યોગ્ય છે, તે જ શ્રદ્ધામાં–જ્ઞાનમાં
–અનુભવમાં લેવા યોગ્ય છે.
મારા આત્માને પરદ્રવ્યથી અત્યંત વિભાગ છે; પણ પોતાના શુદ્ધ ગુણ–
પર્યાયરૂપ સ્વધર્મથી તેને અવિભાગ છે.–આવું એકત્વ–વિભક્તપણું હોવાથી તેને
એકપણું છે.
આત્માનું તે એકપણું આચાર્યદેવે પાંચ વિશેષણથી બતાવ્યું છે–
(૧) જ્ઞાનાત્મકપણાને લીધે એકપણું છે.
(૨) દર્શનભૂતપણાને લીધે એકપણું છે.
(૩) અતીન્દ્રિય મહાપદાર્થને લીધે એકપણું છે.
(૪) અચળપણાને લીધે એકપણું છે.
(૫) અને નિરાલંબપણાને લીધે એકપણું છે.
(પંચ ત્યાં પરમેશ્વર.
પાંચ બોલે આવા ‘એક’
પણાને લીધે ‘શુદ્ધ’ હોવાથી
જે ‘ધ્રુવ’ છે–એવો આત્મા
જ પોતાને ઉપલબ્ધ કરવા
યોગ્ય છે.)
તે દરેક બોલનું વિવેચન કરે છે:–
(૧–૨) જે જ્ઞાનને જ પોતામાં ધારણ કરી રાખે છે અને જે