Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 58 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૫૩ :
પોતે દર્શનભૂત છે એવા આત્માને અતન્મય
(જ્ઞાનથી જુદા) પરદ્રવ્યથી વિભાગ છે,
અને સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને એકપણું છે.
પોતાના જ્ઞાનાદિ સ્વધર્મો સાથે તન્મય છે, ને સમસ્ત પરદ્રવ્યો સાથે
અતન્મય છે–આમ સ્વ–પરની વહેંચણી કરીને ધર્મીની પર્યાય સ્વતરફ ઝુકી છે એટલે
ખરેખર રાગાદિ અશુદ્ધભાવો સાથે પણ તે અતન્મય છે;–અને સ્વધર્મોમાં તન્મય છે.
–આવા એકત્વરૂપ આત્મા શુદ્ધ છે, તેથી તે જ પોતાને માટે ધ્રુવ છે, તે જ આશ્રય
અને ઉપલબ્ધ કરવા યોગ્ય છે. ધર્મીને સમ્યગ્દર્શનમાં–સમ્યગ્જ્ઞાનમાં કેવા આત્માની
ઉપલબ્ધિ છે? તેનું આ વર્ણન છે. નિર્મળપરિણતિએ અંતર્મુખ થઈને ધ્રુવરૂપ કેવા
આત્માનો અનુભવ કર્યો છે? પોતાના આત્માને ધર્મીજીવ કેવો માને છે! તેનું આ
અલૌકિક વર્ણન છે. આત્મા મહાન પદાર્થ છે, એક તો અતીન્દ્રિયજ્ઞાનને લીધે મહાન
છે, ને બીજું મોક્ષનો સાધક છે તેથી મહાન છે. અહીં એકત્વપણાના પાંચ બોલ ચાલે
છે.
ચેતનસ્વરૂપ આત્માને બીજા બધા પરદ્રવ્યોથી જુદાપણું, અને સ્વધર્મથી
તન્મયપણું–એવું એકપણું છે; એકપણામાં અન્યના સંસર્ગનો અભાવ હોવાથી
શુદ્ધપણું છે; અને શુદ્ધપણું સ્વત: સિદ્ધ હોવાથી તે જ ધ્રુવ છે.–હે જીવ! આવા તારા
આત્માને નક્કી કરીને પર્યાયને એની અંદર પહોંચાડીને એના ભેટા કર!–ત્યારે તને
તારો પરમઆનંદનો નાથ પરમાત્મા મળશે. બીજા અધ્રુવ પદાર્થોથી તારે શું પ્રયોજન
છે? પંચપરમેષ્ઠી ભગવંતો પોતે મહાન છે,–વીતરાગ છે, તોપણ આ આત્માને માટે
તેઓ ધ્રુવ નથી; તેઓ આ આત્માથી જુદા છે, તેમના આશ્રયે તો શુભરાગ થશે. આ
આત્માને માટે તો પોતાનો જ્ઞાનસ્વરૂપ આત્મા જ ધ્રુવ છે; તેથી તે જ ઉપલબ્ધ
કરવા યોગ્ય છે.
(૩) આત્મા અતીન્દ્રય મહા પદાર્થ છે; તેને
ઈન્દ્રિયાત્મક પરદ્રવ્યથી વિભાગ છે, અને તેના જ્ઞાનસ્વરૂપ
સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને એકપણું છે.
જેણે ધ્રુવપણે પોતાના શુદ્ધઆત્માને ઉપલબ્ધ કર્યો છે–એવો ધર્મીજીવ જાણે છે કે
–મારો આત્મા, જે પ્રતિનિશ્ચિત સ્પર્શ–રસ–ગંધ–વર્ણરૂપ ગુણો અને શબ્દરૂપ પર્યાયોને
ગ્રહણ કરનારી અનેક ઈન્દ્રિયો, તેમને અતિક્રમીને એટલે કે ઈન્દ્રિયોનું અવલંબન
છોડીને, અતીન્દ્રિય જ્ઞાનવડે જાણનારો મહાન પદાર્થ છે. હું અતીન્દ્રિય