સાધક હોવાથી આત્મા મહાન છે. ઈન્દ્રિયોને અવલંબીને એકેક વિષયને જાણે એવો
તુચ્છ આત્મા નથી; આત્મા તો અતીન્દ્રિયપણે એકસાથે સર્વે જ્ઞેયોને જાણી લ્યે એવો
મહાન પદાર્થ છે. આવા મારા આત્માને ઈન્દ્રિયાત્મક પરદ્રવ્યોથી ભિન્નતા છે, અને તે
સ્પર્શાદિને જાણનારી જ્ઞાનપર્યાયરૂપ સ્વધર્મોથી અભિન્નતા છે, તેથી એકપણું છે.
નથી. પણ પરનો આશ્રય કરવા જતાં રાગ–દ્વેષ–મોહ થાય છે તે અશુદ્ધતા છે. માટે,
અશુદ્ધતાના કારણ એવા પરદ્રવ્યના સંસર્ગથી આત્મા જુદો છે, ને જ્ઞાનાદિક પોતાના
સ્વભાવધર્મો તેનાથી આત્મા અવિભક્ત છે.–આવા આત્માને જાણીને તેને જ
ધ્રુવપણે ઉપલબ્ધ કરવો એટલે શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લેવો, તે મોક્ષમાર્ગ છે.
આત્માથી તે જુદી નથી પણ આત્મા સાથે તન્મય છે, ને પરજ્ઞેયથી ભિન્ન છે.–આવું
એકત્વ–વિભક્તપણું તે આત્માને શુદ્ધતાનું કારણ છે. ને એવો શુદ્ધઆત્મા જ
આત્માને માટે સદા ધ્રુવ હોવાથી તે ઉપલબ્ધ કરવા યોગ્ય છે.–આ પ્રકારે શુદ્ધાત્માની
ઉપલબ્ધિથી જ મોહનો ક્ષય થઈને અક્ષયસુખરૂપ પરમાત્મદશા પ્રગટે છે.
અભિન્ન કહીને આત્માનું એકપણું કહ્યું છે. આવા એકત્વમાં પરદ્રવ્યના પ્રતિબંધનો
અભાવ હોવાથી શુદ્ધપણું છે. પરજ્ઞેયપદાર્થો અનિત્ય હો કે નિત્ય હો–આ આત્માને
માટે તો તે અધ્રુવ જ છે, ને તેનો આશ્રય આત્માને અશુદ્ધતાનું જ કારણ થાય છે.
માટે શુદ્ધઆત્માને જેઓ ઉપલબ્ધ કરવા માંગતા હોય એટલે કે શુદ્ધ આત્માનો