Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 60 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૫૫ :
અનુભવ કરવા ચાહતા હોય તેમણે પરથી ભિન્ન ને સ્વધર્મોથી અભિન્ન એવા એક
આત્માને દેખવો.–એ એકપણામાં જ શુદ્ધપણું છે.
(૫) નિત્યરૂપે પ્રવર્તતાં જે જ્ઞેય દ્રવ્યો, તેમનું
આલંબન જ્ઞાનમાં નથી; આવા નિરાલંબી જ્ઞાનસ્વરૂપ
આત્માને જ્ઞેય–પરદ્રવ્યોથી વિભાગ છે, અને તન્નિમિત્તક
જ્ઞાનસ્વરૂપ સ્વધર્મોથી અવિભાગ છે; તેથી તેને એકપણું છે.
જુઓ, આ શુદ્ધાત્માના એકત્વનું અલૌકિક વર્ણન! ચોથાબોલમાં ક્ષણિક
એવા પરદ્રવ્યોથી ભિન્નતા બતાવી; ને આ બોલમાં નિત્ય ટકતા પરદ્રવ્યોથી પણ
ભિન્નતા બતાવે છે. પરજ્ઞેયો ભલે નિત્ય હોય–તોપણ મને તેમનું આલંબન નથી, ને
તે જ્ઞેયો સાથે મારા જ્ઞાનને તન્મયતા નથી. મારા જ્ઞાનધર્મને મારા આત્માની સાથે
તન્મયતા છે, માટે મારું એકપણું છે. આમ એકપણાને લીધે શુદ્ધ છું, ને શુદ્ધ હોવાથી
ધ્રુવ છું.–આવો મારો ધ્રુવઆત્મા તે જ મને આલંબનરૂપ–ધ્યેયરૂપ–આશ્રયરૂપ છે.
–એમ ધર્મી અનુભવે છે.
પરદ્રવ્યો કોઈ મારાં નથી, પણ તેમને જાણનારું જ્ઞાન તો મારું છે. મારી
જ્ઞાનપર્યાય મારાથી જુદી નથી. પરવસ્તુ નિત્ય હો કે અનિત્ય, તે મારે માટે સંયોગ–
રૂપ છે, તેથી અધ્રુવ છે, તે મારા સ્વભાવરૂપ નથી, તેનું આલંબન મને નથી;
મારામાં તેનો અભાવ છે. તે પદાર્થ સંબંધી મારું જે જ્ઞાન છે તે જ્ઞાનપર્યાયરૂપ
સ્વધર્મથી હું અભિન્ન છું. આ રીતે પરજ્ઞેયોથી વિભાગ, ને પોતાના આત્માથી
અવિભાગ–એવો એકત્વરૂપ શુદ્ધ આત્મા છે તે જ મારે માટે ધ્રુવ છે, તે કોઈથી
કરાયેલો નથી, સ્વત: સિદ્ધ સત્ છે; આવા ધ્રુવઆત્માને દ્રષ્ટિમાં લઈને આચાર્યદેવ
કહે છે કે –‘....
मन्येऽहं आत्मकं शुद्धम्’
આત્માના બધા સ્વધર્મને પરથી અત્યંત વિભાગ છે, ને આત્માથી
અવિભાગપણું છે, તેથી આત્મા પોતાના એકત્વમાં રહ્યો છે; એકત્વમાં અશુદ્ધતાના
કારણરૂપ પરદ્રવ્યનું આલંબન નથી, તેથી એકત્વ તે શુદ્ધ છે; ને શુદ્ધપણાને લીધે
આત્મા પોતે પોતાને માટે ધ્રુવ છે. આવો ધ્રુવ આત્મા આલંબન કરવા જેવો છે.
શુદ્ધનય માત્ર આવા શુદ્ધ–ધ્રુવ આત્માના નિરૂપણસ્વરૂપ છે–એટલે કે
અનુભવસ્વરૂપ છે. ધ્રુવપણાને લીધે શ્રદ્ધા–જ્ઞાનપર્યાયમાં તે જ પ્રાપ્ત કરવા જેવો છે,
પ્રસિદ્ધ કરવા જેવો છે, ધ્યાવવા જેવો છે.–તે સર્વ પ્રકારે ઉપાદેય છે. પર્યાયને આવા
આત્મામાં તન્મય