Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 61 of 106

background image
: ૫૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
કરીને ધ્યાવવો તે ધ્રુવધ્યેયનું ધ્યાન છે. ધર્મીજીવોએ પોતાની પર્યાયમાં આવો ધ્રુવ
આત્મા ઉપલબ્ધ કર્યો છે; ને જેણે ધર્મી થવું હોય તેણે પણ પર્યાયને અંતર્મુખ કરીને
પોતાના આવા ધુ્રવઆત્માને ઉપલબ્ધ કરવો–અનુભવમાં લેવો.–આ જ જૈન શાસન
છે; સ્વસન્મુખ થઈને જે શુદ્ધોપયોગે અખંડ આત્માને સ્વધ્યેયમાં લીધો, તે
શુદ્ધોપયોગમાં આખું જૈનશાસન આવી ગયું.
“આ રીતે આત્મા શુદ્ધ છે, કારણકે ચિન્માત્ર શુદ્ધનય માત્ર તેટલા જ
નિરૂપણસ્વરૂપ છે. અને આ એક શુદ્ધઆત્મા જ ધ્રુવપણાને લીધે ઉપલબ્ધ કરવા
યોગ્ય છે.” અન્ય પદાર્થો તો, રસ્તે ચાલતા મુસાફરને વચ્ચે આવતા વૃક્ષોની
છાયાના સંગ જેવા અધ્રુવ છે; તે પદાર્થો સંયોગી છે, અને તેમનો સંયોગ ક્ષણ–
ભંગુર–અધ્રુવ છે; તેનાથી આત્માને કાંઈ પ્રયોજન નથી. સંયોગથી ભિન્ન ને
સ્વભાવધર્મોથી અભિન્ન એવો પોતાનો આત્મા જ પોતાને માટે ધ્રુવ છે, તેને
ઉપલબ્ધ કરવો એટલે કે અનુભવમાં લેવો તે જ પ્રયોજન છે.
પરપદાર્થોનો સંયોગ તો રસ્તાના ઝાડની છાયા જેવો છે, તે કાંઈ
મુસાફરની સાથે નથી રહેતો; તેનાથી આત્માને શું પ્રયોજન છે? તેનાથી
ભિન્નતા જાણીને, સ્વમાં એકત્વ કરતાં શુદ્ધતા પ્રગટી. અહો, પરથી ભિન્ન ને
સ્વથી અભિન્ન (એવા એકત્વ–વિભક્ત) આત્માની વાત જીવને સાંભળવા
મળવી પણ દુર્લભ છે. ‘પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના.’
(સ. ગા. ૪) તેથી આચાર્યદેવ કહે છે કે હું મારા આત્માના સમસ્ત વૈભવથી
એકત્વ–વિભક્ત આત્મા દેખાડું છું. (સ. ગા. ૫) ત્યાં ‘દર્શાવું’ છું’ એમ કહ્યું,
ને અહીં એવા આત્માને ‘હું માનું છું’ એમ કહ્યું છે; તે સ્વભાવઆશ્રિત થયેલી
શુદ્ધપર્યાય છે. અહો, આત્મા અચિંત્ય અદ્ભુત આશ્ચર્યકારી મહાપદાર્થ છે.
આવો મહાપદાર્થ પોતે સ્વસન્મુખ થઈને મોક્ષરૂપ મહાન પુરૂષાર્થને સાધે છે,
તેથી તે મહાન અર્થ છે, મોક્ષસ્વરૂપ છે, તેની સન્મુખ થઈને વ્યક્તિરૂપ મોક્ષને
સાધે છે. સ્વસન્મુખ થઈને આવા આત્માને માનવો, તેમાં મોક્ષમાર્ગ આવી
જાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કહો કે મોક્ષનો માર્ગ કહો.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે સ્વધર્મ છે, તેમાં પરદ્રવ્યના સંપર્કનો અભાવ
છે, ને શુદ્ધઆત્માનો જ આશ્રય છે. આત્માના આશ્રયે પ્રગટેલા તે ધર્મોથી આત્માને
અવિભાગ છે; પરદ્રવ્યોથી વિભાગ અને સ્વધર્મોથી અવિભાગ–આવા સ્વભાવને
લીધે આત્મા એક છે; એક હોવાથી શુદ્ધ છે, ને શુદ્ધ હોવાથી ધ્રુવ છે; તેથી તે જ
આશ્રય કરવા યોગ્ય છે. તેનો આશ્રય કરતાં ધ્રુવનું ધન પર્યાયમાં પ્રાપ્ત થાય છે. આ
સિવાય