સ્વભાવની સાવધાાની : —
૧૦. અર્થ : — હે ભગવાન ! આ સંસારમાં સર્વ જીવ
વારંવાર અસંખ્યાત લોકપ્રમાણ પ્રગટ તથા અપ્રગટ નાના
પ્રકારના ૧વિકલ્પો સહિત હોય છે. વળી એ જીવ જેટલા
પ્રકારના વિકલ્પો સહિત છે. તેટલા જ વિવિધ પ્રકારના દુઃખો
સહિત પણ છે, પરંતુ જેટલા વિકલ્પો છે તેટલા પ્રાયશ્ચિત્તો
શાસ્ત્રમાં નથી; તેથી તે સમસ્ત અસંખ્યાત લોકપ્રમાણ વિકલ્પોની
શુદ્ધિ આપની સમીપે જ થાય છે.
ભાવાર્થ : — યદ્યપિ દૂષણોની શુદ્ધિ પ્રાયશ્ચિત્ત કરવાથી
થાય છે, કિંતુ હે જિનપતે ! જેટલાં દૂષણો છે તેટલાં પ્રાયશ્ચિત્તો
શાસ્ત્રમાં કહ્યાં નથી; તેથી સમસ્ત દૂષણોની શુદ્ધિ આપની સમીપે
જ થાય છે.
પરથી પરાઙ્ગમુખ થઇ સ્વની પ્રાપ્તિ : —
૧૧. અર્થ : — હે દેવ ! સર્વ પ્રકારના પરિગ્રહરહિત,
સમસ્ત શાસ્ત્રોનો જ્ઞાતા, ક્રોધાદિ કષાયરહિત, શાંત, એકાંતવાસી
ભવ્ય જીવ, બધા બાહ્ય પદાર્થોથી મન તથા ઇન્દ્રિયોને પાછા
હઠાવી અને અખંડ નિર્મળ સમ્યગ્જ્ઞાનની મૂર્તિરૂપ આપમાં સ્થિર
થઈ, આપને જ દેખે છે તે મનુષ્ય આપના સાંનિધ્ય (સમીપતા)
ને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ : — જ્યાં સુધી મન તથા ઇન્દ્રિયના વ્યાપાર
૧. વિકલ્પો=શુભ, અશુભ ભાવો.
[ ૭ ]