આપના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી; પરંતુ જે મનુષ્ય
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લે છે તે
વાસ્તવિકપણે આપના સ્વરૂપને દેખી અને જાણી શકે છે,
માટે જે મનુષ્ય સમસ્ત પ્રકારના પરિગ્રહોથી રહિત થઈ,
શાસ્ત્રોના સારી રીતે જ્ઞાતા થઈ, શાંત અને એકાંતવાસી થઈ,
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લઈ અને
તેમને આપના સ્વરૂપમાં જોડી દઈ આપને જોઈ લીધા છે,
તે મનુષ્યે આપના સમીપપણાને પ્રાપ્ત કર્યું છે, એમ સારી
રીતે નિશ્ચિત છે.
(પૂજાને યોગ્ય) આપને પામ્યો છે તે મનુષ્યને, બ્રહ્મા, વિષ્ણુ
આદિને પણ નિશ્ચયપૂર્વક અલભ્ય એવું ઉત્તમ પદ પ્રાપ્ત થાય
છે. હે નાથ ! હું શું કરું ? આપનામાં એક ચિત્ત કર્યા છતાં
મારું મન પ્રબળપણે બાહ્ય પદાર્થો પ્રત્યે દોડે છે, એ મોટો
ખેદ છે.
બ્રહ્મા, વિષ્ણુ પણ તે પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ હે