આપનામાં લગાડતાં છતાં પણ બાહ્ય પદાર્થોમાં દોડી-દોડી
જાય છે, એ જ મોટો ખેદ છે.
પરિગ્રહોનો ત્યાગ કર્યો, તપોવન (તપથી પવિત્ર થયેલી ભૂમિ)માં
વાસ કર્યો, સર્વ પ્રકારના સંશય પણ છોડ્યા અને અત્યંત કઠિન
વ્રત પણ ધારણ કર્યા, હજી સુધી તેવાં દુષ્કર વ્રતો ધારણ કર્યા
છતાં પણ સિદ્ધિ (મોક્ષ)ની પ્રાપ્તિ ન થઈ, કેમ કે પ્રબળ પવનથી
કંપાયેલા પાંદડાની માફક અમારું મન રાત્રિ-દિવસ બાહ્ય
પદાર્થોમાં ભ્રમણ કરતું રહે છે.
જે જ્ઞાનસ્વરૂપી આત્માને વિના પ્રયોજને સદા અત્યંત વ્યાકુલ
કર્યા કરે છે, જે ઇન્દ્રિયરૂપ ગામને વસાવે છે (અર્થાત્ આ
મનની કૃપાથી જ ઇન્દ્રિયોની વિષયોમાં સ્થિતિ થાય છે) અને
જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર છે, (અર્થાત્ મન