એક જન્મના પાપોને શું આપ નથી જાણતા ? અર્થાત્
અવશ્યમેવ આપ જાણો છો; તેથી હું આત્મનિંદા કરતો કરતો
આપની પાસે સ્વદોષોનું કથન (આલોચન) કરું છું; અને તે
કેવળ શુદ્ધિ અર્થે જ કરું છું.
આપ મારા સમસ્ત દોષોને પણ સારી રીતે જાણતા જ હો.
વળી હું આપની સામે નિજ દોષોનું કથન (આલોચન) કરું
છું. તે કેવળ આપને સંભળાવવા માટે નહિ, કિંતુ શુદ્ધિ અર્થે
જ કરું છું.
છે :
મારા જેવા મુનિને જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે, તે
દૂષણની શુદ્ધિઅર્થે આલોચના કરવાને આપની સામે
સાવધાનીપૂર્વક બેઠો છું, કેમ કે જ્ઞાનવાન ભવ્ય જીવોએ સદા
પોતાના હૃદય માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય