હવે આચાર્યદેવ ‘આલોચના’નો આરંભ કરે
છે : —
૭. અર્થ : — હે જિનેશ્વર ! મેં ભ્રાંતિથી મન, વચન અને
કાયા દ્વારા ભૂતકાલમાં અન્ય પાસે પાપ કરાવ્યાં છે, સ્વયં કર્યાં
છે અને પાપ કરનારા અન્યોને અનુમોદ્યાં છે તથા તેમાં મારી
સંમતિ આપી છે. વળી વર્તમાનમાં હું મન, વચન અને કાયા
દ્વારા અન્ય પાસે પાપ કરાવું છું, સ્વયં પાપ કરું છું અને પાપ
કરનારા અન્યોને અનુમોદું છું, તેમ જ ભવિષ્યકાલમાં હું મન,
વચન અને કાયા દ્વારા અન્ય પાસે પાપ કરાવીશ, સ્વયં પાપ
કરીશ અને પાપ કરનારા અન્યોને અનુમોદીશ
— તે સમસ્ત
પાપની આપની પાસે બેસી જાતે નિંદા – ગર્હા કરનાર એવો હું
તેના સર્વ પાપ સર્વથા મિથ્યા થાઓ.
ભાવાર્થ : — હે જિનેશ્વર ! ભૂત, વર્તમાન, ભવિષ્ય –
ત્રણે કાળમાં જે પાપો મેં મન-વચન-કાયા દ્વારા કારિત, કૃત
અને અનુમોદનથી ઉપાર્જન કર્યાં છે, હું કરું છું અને કરીશ –
એ સમસ્ત પાપોનો અનુભવ કરી હું આપની સમક્ષ સ્વનિંદા
કરું છું; માટે મારા તે સમસ્ત પાપો સર્વથા મિથ્યા થાઓ.
આચાર્યદેવ ‘પ્રભુની અનંત જ્ઞાન-દર્શન શકિત
વર્ણવતાં આત્મ-શુદ્ધિ અર્થે આત્મનિંદા કરે છે : —
૮. અર્થ : — હે જિનેંદ્ર! જો આપ ભૂત, ભવિષ્ય,
વર્તમાન ત્રિકાળગોચર અનંત પર્યાયોયુક્ત લોકાલોકને સર્વત્ર
[ ૫ ]