જ્યાં સુધી ચિત્ત ઘૂમતું રહેશે ત્યાં સુધી આત્મામાં સદા કર્મોનું
આવાગમન પણ રહ્યા કરશે. આ પ્રકારે તો આત્મા સદા વ્યાકુળ
જ રહ્યા કરશે, માટે હે ભગવાન ! આ નાના પ્રકારના અનર્થો
કરનાર મારા મોહને સર્વથા નષ્ટ કરો કે જેથી મારા આત્માને
શાંતિ થાય.
જ્યાં ત્યાં ચંચળ બની ભ્રમણ કરે છે અને મરણથી ડરે છે. જો
આ મોહ ન હોય તો નિશ્ચયનય પ્રમાણે ન તો કોઈ જીવે યા
ન તો કોઈ મરે, કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું
છે, તે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જ દેખ્યું છે. દ્રવ્યાર્થિક
નયની અપેક્ષાએ નહિ, તેથી હે જિનેંદ્ર ! આ મારા મોહને જ
સર્વથા નષ્ટ કરો.