મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર વ્યાપાર (પ્રવૃત્તિ)થી
રહિત થઈ, હે જિનેંદ્ર ! આપના નિર્વિકાર પરમાનંદમય
પરબ્રહ્મસ્વરૂપમાં સ્થિત થવાને ઇચ્છા કરે છે.
પ્રકારના દુઃખોને અનુભવે છે, જે સમયે શુભ ઉપયોગ વર્તે છે
તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે; અને તે પુણ્યથી જીવને
છે. અર્થાત્ એ બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે, કિંતુ
શુદ્ધોપયોગથી અવિનાશી અને આનંદસ્વરૂપ પદની પ્રાપ્તિ થાય
છે. હે અર્હંત પ્રભો ! આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા
છો, પણ હું એ શુદ્ધોપયોગરૂપ પદમાં નિવાસ કરવાને ઇચ્છું છું.
બે ઉપયોગથી તો સંસારમાં જ ભટકવું પડે છે; કેમ કે જે સમયે
જીવનો ઉપયોગ અશુભ હશે તે સમયે તેને પાપનો બંધ થશે
અને પાપનો બંધ થવાથી તેને નાના પ્રકારની માઠી ગતિઓમાં