Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 13 of 24
PDF/HTML Page 16 of 27

 

background image
ભ્રમણ કરવું પડશે અને જે સમયે ઉપયોગ શુભ હશે તે સમયે
તે શુભ યોગની કૃપાથી તેને રાજા, મહારાજા આદિ પદોની
પ્રાપ્તિ થશે; તેથી તે પણ સંસારને વધારનાર છે. કિંતુ, જે સમયે
તેને શુદ્ધોપયોગની પ્રાપ્તિ થશે તે સમયે સંસારની પ્રાપ્તિ જ થશે
નહિ, પણ નિર્વાણની પ્રાપ્તિ જ થશે; માટે હે ભગવાન! હું
શુદ્ધોપયોગમાં જ સ્થિત રહેવાને ઇચ્છું છું.
આત્મસ્વરુપનું નાસ્તિથી અને અસ્તિથી
વર્ણન :
૧૯. અર્થ :જે આત્મસ્વરૂપ-જ્યોતિ, નથી તો સ્થિત
અંદર કે નથી સ્થિત બાહ્ય, તથા નથી તો સ્થિત દિશામાં કે નથી
સ્થિત વિદિશામાં; તેમ જ નથી સ્થૂલ કે નથી સૂક્ષ્મ; તે
આત્મજ્યોતિ નથી તો પુલ્લિંગ, નથી સ્ત્રીલિંગ કે નથી નપુંસક-લિંગ
પણ; વળી તે નથી ભારે કે નથી હલકો; તે જ્યોતિ કર્મ, સ્પર્શ,
શરીર, ગંધ, સંખ્યા, વચન, વર્ણથી રહિત છે, નિર્મળ છે અને
સમ્યગ્જ્ઞાનદર્શનસ્વરૂપ મૂર્તિ છે; તે ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ હું છું,
કિંતુ તે ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપ-જ્યોતિથી હું ભિન્ન નથી.
ત્રિકાળી આત્માની શકિત :
૨૦. અર્થ :હે ભગવાન ! ચૈતન્યની ઉન્નતિનો નાશ
કરનાર અને વિના કારણે સદા વૈરી એવા દુષ્ટ કર્મે આપમાં અને
મારામાં ભેદ પાડ્યો છે, પરંતુ કર્મશૂન્ય અવસ્થામાં જેવો
આપનો આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ સમયે તે કર્મ
[ ૧૩ ]