Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 14 of 24
PDF/HTML Page 17 of 27

 

background image
અને હું આપની સામે ખડા છીએ, તેથી તે દુષ્ટ કર્મને હઠાવી
દૂર કરો; કેમ કે નીતિમાન પ્રભુઓનો તો એ ધર્મ છે કે તે
સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો નાશ કરે.
ભાવાર્થ :હે ભગવાન ! જેવો અનંતજ્ઞાનદર્શન
સુખવીર્ય આદિ ગુણસ્વરૂપ આપનો આત્મા છે તેવો જ
તે જ ગુણો સહિતમારો આત્મા પણ છે, પરંતુ ભેદ એટલો
જ છે કે આપને તે ગુણોનિર્મળ અંશો પ્રગટ થઈ ગયા છે,
જ્યારે મને તે ગુણો પ્રકટ્યા નથી. આ ભેદ પાડનાર તે જ
કર્મ છે, કેમ કે તે કર્મની કૃપાથી મારા આ સ્વભાવ પર
આવરણ પડ્યું છે. હવે આ સમયે અમે બંને આપની સમક્ષ
હાજર છીએ તો તે દુષ્ટ કર્મને દૂર કરો, કેમ કે આપ ત્રણ
લોકના સ્વામી છો; અને નીતિજ્ઞનો ધર્મ છે કે તે સજ્જનોની
રક્ષા કરે તથા દુષ્ટોનો નાશ કરે.
આત્માનું અવિકારી સ્વરુપ :
૨૧. અર્થ :હે ભગવાન ! વિવિધ પ્રકારના આકાર
અને વિકાર કરનાર વાદળાં આકાશમાં હોવા છતાં પણ, જેમ
આકાશના સ્વરૂપનો કાંઈપણ ફેરફાર કરી શકતાં નથી, તેમ
આધિ, વ્યાધિ, જરા, મરણ આદિ પણ મારા સ્વરૂપનો
કાંઈપણ ફેરફાર કરી શકે તેમ નથી, કેમ કે એ સર્વ શરીરના
વિકાર છે, જડ છે; જ્યારે મારો આત્મા જ્ઞાનવાન અને
શરીરથી ભિન્ન છે.
ભાવાર્થ :જેમ આકાશ અમૂર્ત છે, તેથી રંગબેરંગી
[ ૧૪ ]