Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 15 of 24
PDF/HTML Page 18 of 27

 

background image
વાદળાં તેના પર પોતાનો કાંઈપણ પ્રભાવ પાડી શકતાં નથી
તથા તેના સ્વરૂપનું પરિવર્તન પણ કરી શકતાં નથી, તેમ
આત્મા જ્ઞાન-દર્શનમય અમૂર્ત પદાર્થ છે, તેથી તેના પર
આધિ, વ્યાધિ, જરા, મરણ આદિ પોતાનાં કાંઈપણ પ્રભાવ
પાડી શકતા નથી (તથા તેના સ્વરૂપનું પરિવર્તન પણ કરી
શકતાં નથી), કેમકે તે મૂર્ત શરીરનો ધર્મ છે, જ્યારે આત્મા
શરીરથી સર્વથા ભિન્ન છે.
સ્વમાં સુખને પરમાં દુઃખ :
૨૨. અર્થ :જેમ માછલી પાણી વિનાની ભૂમિ પર
પડતાં તરફડી દુઃખી થાય છે, તેમ હું પણ (આપની શીતલ
છાયા વિના), નાના પ્રકારના દુઃખોથી ભરપૂર સંસારમાં સદા
બળી ઝળી રહું છું. જેમ તે માછલી જ્યારે જળમાં રહે છે
ત્યારે સુખી રહે છે તેમ જ્યાં સુધી મારું મન આપના
કરુણારસપૂર્ણ અત્યંત શીતલ ચરણોમાં પ્રવિષ્ટ (પ્રવેશેલું) રહે
છે ત્યાં સુધી હું પણ સુખી રહું છું, તેથી હે નાથ ! મારું
મન આપના ચરણ કમળો છોડી અન્ય સ્થળે કે જ્યાં હું
દુઃખી થાઉં ત્યાં પ્રવેશ ન કરે એ પ્રાર્થના છે.
આત્મા અને કર્મની ભિન્નતા :
૨૩. અર્થ :હે ભગવાન ! મારું મન, ઇન્દ્રિયોના
સમૂહદ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ કરે છે, તેથી નાના
પ્રકારના કર્મો આવી મારા આત્મા સાથે બંધાય છે; પરંતુ
વાસ્તવિકપણે હું તે કર્મોથી સદાકાલ સર્વ ક્ષેત્રે જુદો જ છું
[ ૧૫ ]