Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 16 of 24
PDF/HTML Page 19 of 27

 

background image
તથા તે કર્મો આપના ચૈતન્યથી જુદા જ છે અથવા તો
ચૈતન્યથી આ કર્મોને ભિન્ન પાડવામાં આપ જ કારણ છો;
તેથી હે શુદ્ધાત્મન્ ! હે જિનેંદ્ર ! મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક
આપમાં જ છે.
ભાવાર્થ :યદિ નિશ્ચયથી જોવામાં આવે તો હે
જિનેંદ્ર ! આપ તથા હું સમાન જ છીએ, કેમ કે નિશ્ચયનયથી
આપનો આત્મા કર્મબંધ રહિત છે તેમ મારા આત્મા સાથે પણ
કોઈ પ્રકારના કર્મોનું બંધન રહેતું નથી; તેથી હે ભગવાન!
મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક આપના સ્વરૂપમાં જ છે.
ધાર્મીની અંતર્ભાવના :
૨૪. અર્થ :હે આત્મન્ ! તારે નથી તો લોકથી કામ,
નથી તો અન્યના આશ્રયથી કામ; તારે નથી તો દ્રવ્યથી
(લક્ષ્મીથી) પ્રયોજન, નથી તો શરીરથી પ્રયોજન, તારે વચન
તથા ઇન્દ્રિયોથી પણ કાંઈ કામ નથી, તેમ જ
(દશ) પ્રાણોથી
પણ પ્રયોજન નથી; અને નાના પ્રકારના વિકલ્પોથી પણ કાંઈ
કામ નથી, કેમ કે તે સર્વ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાયો છે. વળી
તારાથી ભિન્ન છે તોપણ, બહુ ખેદની વાત એ છે કે તું તેમને
પોતાના માની તેમનો આશ્રય કરે છે, તેથી શું તું દ્રઢ બંધનથી
બંધાઈશ નહિ? અવશ્ય બંધાઈશ.
ભાવાર્થ :હે આત્મન્ ! તું તો નિર્વિકાર
૧. દસ પ્રાણ=પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ (મનબલ, વચનબલ,
કાયબલ) આયુ, શ્વાસોચ્છ્વાસ.
[ ૧૬ ]