Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 24
PDF/HTML Page 20 of 27

 

background image
ચૈતન્યસ્વરૂપી છો, સમસ્ત લોક તથા શરીર, ઇન્દ્રિય દ્રવ્ય,
વચન આદિ સર્વ પદાર્થો પુદ્ગલ દ્રવ્યના પર્યાય છે અને
તારાથી ભિન્ન છે, એમ હોવા છતાં પણ, જો તું તેમને
પોતાના સમજી તેમનો આશ્રય કરીશ તો તું અવશ્યમેવ
બંધાઈશ; તેથી તે સર્વ પરપદાર્થો પરની મમતા છોડી
શુદ્ધાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાન કર કે જેથી તું કર્મોથી
ન બંધાય.
ભેદવિજ્ઞાન દ્વારા આત્મામાંથી વિકારનો નાશ :
૨૫. અર્થ :ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલ-
દ્રવ્યએ ચારે દ્રવ્યો કોઈ પણ પ્રકારે મારું અહિત કરતાં
નથી; કિંતુ એ ચારે દ્રવ્યો, ગતિ, સ્થિતિ આદિ કાર્યોમાં મને
સહકારી છે, તેથી મારા સહાયક થઈને જ રહે છે; પરંતુ
નોકર્મ (ત્રણ શરીર, છ પર્યાપ્તિ) અને કર્મ જેનું સ્વરૂપ છે,
એવું તથા સમીપે રહેનાર અને બંધને કરનાર એક પુદ્ગલ
દ્રવ્ય જ મારું વૈરી છે, તેથી આ સમયે મેં તેના
ભેદવિજ્ઞાનરૂપ તલવારથી ખંડખંડ ઊડાવી દીધા છે. (ખરો
વૈરી તો પોતાનો અશુદ્ધભાવ છે.)
ભાવાર્થ :ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલ
પાંચ દ્રવ્ય મારાથી ભિન્ન છે, તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ અને
કાલ
એ ચાર દ્રવ્ય તો મારું કોઈ પ્રકારે અહિત કરતાં નથી,
પરંતુ મને સહાય કરે છે. અર્થાત્ ધર્મદ્રવ્ય તો મારા ગમનમાં
[ ૧૭ ]