Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 18 of 24
PDF/HTML Page 21 of 27

 

background image
સહકારી છે, અધર્મ દ્રવ્ય સ્થિતિ કરવામાં સહકારી છે,
આકાશદ્રવ્ય અવકાશદાન દેવામાં પણ મને સહકારી છે અને
કાલદ્રવ્યથી પરિવર્તન થાય છે, તેથી તે પરિવર્તન કરવામાં પણ
સહકારી છે, પરંતુ એક પુદ્ગલદ્રવ્ય જ મારું બહુ અહિત
કરનાર છે, કેમ કે પુદ્ગલદ્રવ્ય નોકર્મ તથા કર્મસ્વરૂપમાં
પરિણત થઈ મારા આત્મા સાથે સંબંધ કરે છે અને તેની કૃપાથી
મારે નાના પ્રકારની ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે તેમ જ મને
સત્યમાર્ગ પણ સૂઝતો નથી, તેથી ભેદવિજ્ઞાનરૂપ તલવારથી મેં
તેના ખંડખંડ ઊડાવી દીધા છે.
રાગ-દ્વેષનો ત્યાગ :
૨૬. અર્થ :જીવોના નાના પ્રકારના રાગ-દ્વેષ કરનારા
પરિણામોથી જે પ્રમાણે પુદ્ગલ દ્રવ્ય પરિણમે છે તે પ્રમાણે
ધર્મ, અધર્મ, આકાશ અને કાલ
એ ચાર અમૂર્ત દ્રવ્યો
રાગ-દ્વેષ કરનારા પરિણામોથી પરિણમતા નથી, તે રાગ-દ્વેષ
દ્વારા પ્રબળ કર્મોની ઉત્પત્તિ થાય છે અને તે કર્મોથી સંસાર
ઊભો થાય છે, તેથી સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો
ભોગવવા પડે છે, માટે કલ્યાણની ઇચ્છા રાખનાર
સજ્જનોએ તે રાગ અને દ્વેષ સર્વથા છોડવા જોઈએ.
અર્થ :પુદ્ગલના અનેક પરિણામ થાય છે તેમાં જે
રાગ-દ્વેષ, પુદ્ગલના પરિણામ છે તેનાથી આત્મામાં કર્મ સદા
આવી બંધાયા કરે અને તે કર્મોને લીધે આત્માને સંસારમાં
પરિભ્રમણ કરવું પડે છે તથા ત્યાં તેને વિવિધ પ્રકારના દુ;ખો
[ ૧૮ ]