Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 19 of 24
PDF/HTML Page 22 of 27

 

background image
સહન કરવાં પડે છે, માટે ભવ્ય જીવોએ એવા પરમ અહિત
કરનાર રાગ-દ્વેષનો ત્યાગ અવશ્યમેવ કરી દેવો જોઈએ.
આનંદસ્વરુપ શુદ્ધાત્માનું ધયાન અને મનન :
૨૭. અર્થ :હે મન ! બાહ્ય તથા તારાથી ભિન્ન જે
સ્ત્રી, પુત્ર આદિ પદાર્થો છે તેમનામાં રાગ-દ્વેષસ્વરૂપ અનેક
પ્રકારના વિકલ્પો કરી તું શા માટે દુઃખદ અશુભ કર્મો ફોકટ બાંધે
છે ? જો તું આનંદરૂપ જળના સમુદ્રમાં શુદ્ધાત્માને પામી તેમાં
નિવાસ કરીશ, તો તું નિર્વાણરૂપ વિસ્તીર્ણ સુખને અવશ્ય પ્રાપ્ત
કરીશ. એટલા માટે, તારે આનંદસ્વરૂપ શુદ્ધ આત્મામાં જ નિવાસ
કરવો જોઈએ અને તેનું જ ધ્યાન તથા મનન કરવું જોઈએ.
આત્મા મધયસ્થ સાક્ષી છે :
૨૮. અર્થ :હે જિનેંદ્ર ! આપના ચરણકમળની કૃપાથી
પૂર્વોક્ત વાતોને સમ્યક્પ્રકારે મનમાં વિચારી જે સમયે આ જીવ
શુદ્ધિ માટે અધ્યાત્મરૂપ ત્રાજવામાં પગ મૂકે છે તે જ સમયે,
તેને દોષિત બનાવવાને ભયંકર વૈરી સામા પલ્લામાં હાજર છે.
હે ભગવાન ! તેવા પ્રસંગે આપ જ મધ્યસ્થ સાક્ષી છો.
ભાવાર્થ :કાંટાને બે છાબડા હોય છે. તેમાં એક
અધ્યાત્મરૂપ છાબડામાં જીવ શુદ્ધિ અર્થે ચડે છે, તે સમયે બીજા
છાબડામાં કર્મરૂપ વૈરી તે પ્રાણીને દોષી બનાવવા સામે હાજર
જ છે, આવા પ્રસંગે હે ભગવાન ! આપ આ બન્ને વચ્ચે સાક્ષી
છો; તેથી આપે નીતિપૂર્વક ન્યાય કરવો પડશે.
[ ૧૯ ]