હવે ૧વિકલ્પસ્વરુપ ધયાન તો સંસારસ્વરુપ છે
અને નિર્વિકલ્પ ધયાન મોક્ષસ્વરુપ છે એમ આચાર્ય
દર્શાવે છે : —
૨૯. અર્થ : — દ્વૈત (સવિકલ્પક ધ્યાન) તો વાસ્તવિક રીતે
સંસારસ્વરૂપ છે અને અદ્વૈત (નિર્વિકલ્પક ધ્યાન) મોક્ષસ્વરૂપ
છે. સંસાર તથા મોક્ષમાં પ્રાપ્ત થતી અંત (ઉત્કૃષ્ટ) દશાનું આ
સંક્ષેપથી કથન છે. જે મનુષ્ય, પૂર્વોક્ત બેમાંથી પ્રથમ દ્વૈતપદથી
ધીરે ધીરે પાછો હઠી ૨અદ્વૈતપદનું આલંબન સ્વીકારે છે, તે
પુરુષ નિશ્ચયનયથી નામરહિત થઈ જાય છે અને તે પુરુષ
વ્યવહારનયથી બ્રહ્મા, વિધાતા આદિ નામોથી સંબોધાય છે.
ભાવાર્થ : — જે પુરુષ સવિકલ્પક ધ્યાન કરે છે તે તો
સંસારમાં જ ભટક્યા કરે છે, કિંતુ જે પુરુષ નિર્વિકલ્પક ધ્યાન
આચરે છે તે મોક્ષમાં જઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે; સિદ્ધોનું
નિશ્ચયનયથી કોઈ નામ નહિ હોઈને તે નામ રહિત થઈ જાય
છે અને વ્યવહારનયથી તેને બ્રહ્મા આદિ નામથી સંબોધવામાં
આવે છે.
દ્રઢ શ્રદ્ધાની મહિમા : —
૩૦. અર્થ : — હે કેવળજ્ઞાનરૂપ નેત્રોના ધારક જિનેશ્વર !
મોક્ષ પ્રાપ્ત કરવા અર્થે આપે જે ચારિત્રનું વર્ણન કર્યું છે તે ચારિત્ર
તો આ વિષમ કલિકાલમાં (દુષમ પંચમકાલમાં) મારા જેવા
૧. વિકલ્પરૂપ=રાગ-દ્વેષ યુક્ત, વિકાર યુક્ત, ૨. નિર્વિકારી આત્માનું
[ ૨૦ ]