Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 21 of 24
PDF/HTML Page 24 of 27

 

background image
મનુષ્ય ઘણી કઠિનતાથી ધારણ કરી શકે તેમ છે, પરંતુ
પૂર્વોપાર્જિત પુણ્યોથી આપમાં મારી જે દ્રઢ ભક્તિ છે તે ભક્તિ
જ, હે જિન ! મને સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા
સમાન થાઓ. અર્થાત્ મને સંસારસમુદ્રથી આ ભક્તિ જ પાર
ઉતારી શકશે.
ભાવાર્થ :કર્મોનો નાશ કર્યા વિના મોક્ષપ્રાપ્તિ થઈ
શકતી નથી અને કર્મોનો નાશ તો આપ દ્વારા વર્ણિત ચારિત્ર
(તપ)થી થાય છે. હે ભગવાન ! શક્તિના અભાવથી આ
પંચમકાલમાં મારા જેવો મનુષ્ય તે તપ કરી શકતો નથી; તેથી
હે પરમાત્મા ! મારી એ પ્રાર્થના છે કે સદ્ભાગ્યે આપમાં મારી
જે દ્રઢ ભક્તિ છે, તેનાથી મારા કર્મ નષ્ટ થઈ જાઓ અને મને
મોક્ષની પ્રાપ્તિ થાઓ.
મોક્ષપદની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના :
૩૧. અર્થ :આ સંસારમાં ભ્રમણ કરી મેં ઇન્દ્રપણું,
નિગોદપણું અને બંને વચ્ચેની અન્ય સમસ્ત પ્રકારની યોનિઓ
પણ અનંતવાર પ્રાપ્ત કરી છે, તેથી એ પદવીઓમાંથી કોઈ પણ
પદવી મારા માટે અપૂર્વ નથી; કિંતુ મોક્ષપદને આપનાર
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રના ઐક્યની પદવી જે
અપૂર્વ છે તે હજી સુધી મળી નથી, તેથી હે દેવ ! મારી
સવિનય પ્રાર્થના છે કે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્-
ચારિત્રની પદવી જ પૂર્ણ કરો.
ભાવાર્થ :યદ્યપિ, સંસારમાં ઇન્દ્ર આદિ પદવીઓ છે તે,
[ ૨૧ ]