Benshreeke Vachanamrut-Hindi (Gujarati transliteration).

< Previous Page   Next Page >


Page 207 of 212
PDF/HTML Page 222 of 227

 

background image
જન્મ વધામણાં
[રાગ :પુરનો મોરલો હો રાજ]
જન્મવધામણાં હો રાજ ! હૈડાં થનગન થનગન નાચે;
જન્મ્યાં કુંવરી ચંદ્રની ધાર, મુખડાં અમીરસ અમીરસ સીંચે.
(સાખી)
કુંવરી પોઢે પારણે, જાણે ઉપશમકંદ;
સીમંધરના સોણલે મંદ હસે મુખચંદ.
હેતે હીંચોળતાં હો રાજ ! માતા મધુર મધુર મુખ મલકે;
ખેલે ખેલતાં હો રાજ ! ભાવો સરલ સરલ ઉર ઝળકે....જન્મ૦
(સાખી)
બાળાવયથી પ્રૌઢતા, વૈરાગી ગુણવંત;
મેરુ સમ પુરુષાર્થથી દેખ્યો ભવનો અંત.
હૈયું ભાવભીનું હો રાજ ! હરદમ ‘ચેતન’ ‘ચેતન’ ધબકે;
નિર્મળ નેનમાં હો રાજ ! જ્યોતિ ચમક ચમક અતિ ચમકે....જન્મ૦
(સાખી)
રિદ્ધિસિદ્ધિનિધાન છે ગંભીર ચિત્ત ઉદાર;
ભવ્યો પર આ કાળમાં અદ્ભુત તુજ ઉપકાર.
ચંપો મ્હોરિયો હો રાજ ! જગમાં મઘમઘ મઘમઘ મ્હેકે;
‘ચંપા’
પુષ્પની સુવાસ, અમ ઉર મઘમઘ મઘમઘ મ્હેકે....જન્મ૦
[ ૨૦૭ ]