Benshreeke Vachanamrut-Hindi (Gujarati transliteration).

< Previous Page   Next Page >


Page 208 of 212
PDF/HTML Page 223 of 227

 

background image
ભવ્યોનાં દિલમાં દીવડા પ્રગટાવનાર
[રાગ :સોહાગમૂર્તિ શી રે કે]
જન્મવધાઈના રે કે, સૂર મધુર ગાજે સાહેલડી,
તેજબાને મંદિરે રે કે ચોઘડિયાં વાગે સાહેલડી;
કુંવરીના દર્શને રે કે નરનારી હરખે સાહેલડી,
વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.
(સાખી)
સીમંધરદરબારના, બ્રહ્મચારી ભડવીર;
ભરતે ભાળ્યા ભાગ્યથી, અતિશય ગુણગંભીર.
નયનોના તેજથી રે કે સૂર્યતેજ લાજે સાહેલડી,
શીતળતા ચંદ્રની રે કે મુખડે વિરાજે સાહેલડી;
ઉરની ઉદારતા રે કે સાગરના તોલે સાહેલડી,
ફૂ લની સુવાસતા રે કે બેનીબાના બોલે સાહેલડી....જન્મ૦
(સાખી)
જ્ઞાનાનંદસ્વભાવમાં, બાળવયે કરી જોર;
પૂર્વારાધિત જ્ઞાનનો, સાંધ્યો મંગલ દોર.
જ્ઞાયકના બાગમાં રે કે બેનીબા ખેલે સાહેલડી,
દિવ્ય મતિ-શ્રુતનાં રે કે જ્ઞાન ચડયાં હેલે સાહેલડી;
જ્ઞાયકની ઉગ્રતા રે કે નિત્ય વૃદ્ધિ પામે સાહેલડી,
આનંદધામમાં રે કે શીઘ્ર શીઘ્ર જામે સાહેલડી....જન્મ૦
[ ૨૦૮ ]