૮૪
બહેનશ્રીનાં વચનામૃત
ચૈતન્યદેવની ઓથ લે, તેના શરણે જા; તારાં બધાં
કર્મો તૂટીને નાશ થઈ જશે. ચક્રવર્તી રસ્તેથી નીકળે તો
અપરાધી જીવો ધ્રૂજી ઊઠે છે, તો આ તો ત્રણ લોકનો
બાદશાહ — ચૈતન્યચક્રવર્તી! તેની પાસે જડ કર્મ ઊભાં જ
ક્યાંથી રહે? ૨૪૨.
✽
જ્ઞાયક આત્મા નિત્ય અને અભેદ છે; દ્રષ્ટિના
વિષયભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્ય શુદ્ધાશુદ્ધ પર્યાયો
કે ગુણભેદ કાંઈ છે જ નહિ. પ્રયોજનની સિદ્ધિ માટે એ
જ પરમાર્થ-આત્મા છે. તેના જ આશ્રયે ધર્મ પ્રગટ થાય
છે. ૨૪૩.
✽
ઓહો! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો,
અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે!
ચારે તરફ ગુણો જ ભરેલા છે, અવગુણ એક પણ નથી.
ઓહો! આ હું? આવા આત્માનાં દર્શન માટે જીવે કદી
ખરું કુતૂહલ જ કર્યું નથી. ૨૪૪.
✽
‘હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો
પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું.’ — આમ જ્યાં અંદરમાં