બહેનશ્રીનાં વચનામૃત
૮૫
નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ
જાય છે. ૨૪૫.
✽
ચક્રરત્ન આયુધશાળામાં પ્રગટ થયું હોય પછી
ચક્રવર્તી નિરાંતે બેસી ન રહે, છ ખંડ સાધવા જાય; તેમ
આ ચૈતન્યચક્રવર્તી જાગ્યો, સમ્યગ્દર્શનરૂપી ચક્રરત્ન પ્રાપ્ત
થયું, હવે તો અપ્રમત્ત ભાવે કેવળજ્ઞાન જ લે. ૨૪૬.
✽
આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંત
કાળમાં ન થયું હોય એવું, ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય
દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ
લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. ૨૪૭.
✽
વિશ્વનું અદ્ભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં
તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન
મળશે, ત્યાં જ આનંદ મળશે; ત્યાં જ વિહાર કર. અનંત
કાળનો વિસામો ત્યાં જ છે. ૨૪૮.
✽
તું અંદરમાં ઊંડો ઊંડો ઊતરી જા, તને નિજ