૮૬
બહેનશ્રીનાં વચનામૃત
પરમાત્માનાં દર્શન થશે. ત્યાંથી બહાર આવવું તને ગમશે
જ નહિ. ૨૪૯.
✽
મુનિઓને અંતરમાં પગલે પગલે — પુરુષાર્થની પર્યાયે
પર્યાયે — પવિત્રતા ઝરે છે. ૨૫૦.
✽
દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજાં સાધનોની
રાહ જોવી ન પડે. ૨૫૧.
✽
ભેદજ્ઞાનના લક્ષે વિકલ્પાત્મક ભૂમિકામાં આગમનું
ચિંતવન મુખ્ય રાખજે. વિશેષ શાસ્ત્રજ્ઞાન માર્ગની ચૌદિશા
સૂઝવાનું કારણ બને છે; તે સત્-માર્ગને સુગમ કરે
છે. ૨૫૨.
✽
આત્માને ત્રણ કાળની પ્રતીતિ કરવા માટે ‘હું
ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં
શુદ્ધ રહીશ’ — એવા વિકલ્પ કરવા પડતા નથી, પણ
વર્તમાન એક સમયની પ્રતીતિમાં ત્રણે કાળની પ્રતીતિ
સમાઈ જાય છે — આવી જાય છે. ૨૫૩.
✽
જીવને જેમ પોતામાં થતાં સુખદુઃખનું વેદન થાય