બહેનશ્રીનાં વચનામૃત
૮૭
છે તે કોઈને પૂછવા જવું પડતું નથી, તેમ પોતાને
સ્વાનુભૂતિ થાય છે તે કોઈને પૂછવું પડતું નથી. ૨૫૪.
✽
અંતરનો અજાણ્યો માર્ગ; અંતરમાં શી ઘટમાળ
ચાલે છે, તે આગમ ને ગુરુની વાણીથી જ નક્કી કરી
શકાય છે. ભગવાનની સ્યાદ્વાદ-વાણી જ તત્ત્વ પ્રકાશી
શકે છે. જિનેન્દ્રવાણી અને ગુરુવાણીનું અવલંબન સાથે
રાખજે; તો જ તારી સાધનાનાં પગલાં મંડાશે. ૨૫૫.
✽
સાધકદશાની સાધના એવી કર કે જેથી તારું સાધ્ય
પૂરું થાય. સાધકદશા પણ એનો મૂળ સ્વભાવ તો નથી.
એ પણ પ્રયત્નરૂપ અપૂર્ણ દશા છે, માટે તે અપૂર્ણ દશા
પણ રાખવા જેવી તો નથી જ. ૨૫૬.
✽
શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરીને તથા અશુદ્ધતાને
ખ્યાલમાં રાખીને તું પુરુષાર્થ કરજે, તો મોક્ષ પ્રાપ્ત
થશે. ૨૫૭.
✽
તું વિચાર કર, તારા માટે દુનિયામાં શી આશ્ચર્યકારી
વસ્તુ છે? કોઈ નહિ; —
એક આત્મા સિવાય. જગતમાં
તેં બધી જાતના પ્રયાસ કર્યા, બધું જોયું, બધું કર્યું, પણ