૮૮
બહેનશ્રીનાં વચનામૃત
એક જ્ઞાનસ્વરૂપ, સુખસ્વરૂપ, અનંતગુણમય એવો આત્મા
કદી ઓળખ્યો નથી, તેને ઓળખ; બસ તે જ એક
કરવાનું બાકી રહી જાય છે. ૨૫૮.
✽
કોઈ જાતની પ્રવૃત્તિમાં ઊભા રહેવું તે આત્માનો
સ્વભાવ નથી. એક આત્મામાં જ રહેવું તે હિતકારી,
કલ્યાણકારી અને સર્વસ્વ છે. ૨૫૯.
✽
શુદ્ધાત્માને જાણ્યા વગર ભલે ક્રિયાના ઢગલા કરે,
પણ તેનાથી આત્મા જાણી શકાતો નથી; જ્ઞાનથી જ
આત્મા જાણી શકાય છે. ૨૬૦.
✽
દ્રષ્ટિ પૂર્ણ આત્મા ઉપર રાખી તું આગળ જા તો
સિદ્ધ ભગવાન જેવી દશા થઈ જશે. જો સ્વભાવમાં
અધૂરાશ માનીશ તો પૂર્ણતાને કોઈ દિવસ પામી શકીશ
નહિ. માટે તું અધૂરો નહિ, પૂર્ણ છો — એમ માન. ૨૬૧.
✽
દ્રવ્ય સૂક્ષ્મ છે; માટે ઉપયોગને સૂક્ષ્મ કર તો સૂક્ષ્મ
દ્રવ્ય પકડાશે. સૂક્ષ્મ દ્રવ્યને પકડી નિરાંતે આત્મામાં બેસવું
તે વિશ્રામ છે. ૨૬૨.
✽