૯૮
બહેનશ્રીનાં વચનામૃત
સમજીને ‘હું તો જ્ઞાયક છું’ એવી લગની લગાડે તો
જ્ઞાયકની સાથે તદાકારતા થાય. ૨૯૦.
✽
જિનેન્દ્રમંદિર, જિનેન્દ્રપ્રતિમા મંગળસ્વરૂપ છે; તો
પછી સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ જિનેન્દ્ર-
ભગવાનના મહિમાની અને મંગળપણાની તો શી વાત!
સુરેન્દ્રો પણ ભગવાનના ગુણોનો મહિમા વર્ણવી શકતા
નથી, તો બીજા તો શું વર્ણવી શકે? ૨૯૧.
✽
જે વખતે જ્ઞાનીની પરિણતિ બહાર દેખાય તે જ
વખતે તેને જ્ઞાયક જુદો વર્તે છે. જેમ કોઈને પાડોશી
સાથે ઘણી મિત્રતા હોય, તેના ઘરે જતો આવતો હોય,
પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, તેમ જ્ઞાનીને
વિભાવમાં કદી એકત્વપરિણમન થતું નથી. જ્ઞાની સદા
કમળની જેમ નિર્લેપ રહે છે, વિભાવથી ભિન્નપણે ઉપર
તરતા તરતા રહે છે. ૨૯૨.
✽
જ્ઞાનીને તો એવી જ ભાવના હોય છે કે અત્યારે
પુરુષાર્થ ઊપડે તો અત્યારે જ મુનિ થઈ કેવળ પામીએ.
બહાર આવવું પડે તે પોતાની નબળાઈને લીધે છે. ૨૯૩.
✽